પ્રતિષ્ઠિત ઓસ્કારની હોડમાં સર્વશ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટવાળી ફિલ્મ

લોસ અેન્જલસ: ‘સ્ટાર વોર્સઃ ધ લાસ્ટ જેડાઈ’, ‘બ્લેડ રનર ૨૦૪૯’ અને ‘ડનકિર્ક’ સહિત ૧૦ ફિલ્મો પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ વિઝ્યુઅલ ઈફેક્ટ્સવાળી ફિલ્મની શ્રેણીમાં પસંદ કરવામાં આવી છે.

ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ અેન્ડ સાયન્સે મોટા બજેટવાળી ‘એલિયનઃ કોવેનેન્ટ’ને પણ આગામી તબક્કા માટે પસંદ કર્યાની જાહેરાત કરી છે, જ્યારે ઓછા બજેટવાળી દક્ષિણ કોરિયાઇ એક્શન ફિલ્મ ‘ઓક્જા’ અને ‘ધ શેપ ઓફ વોટર’ પણ આગામી રાઉન્ડમાં સ્થાન મે‍ળવવામાં સફળ રહી છે અને હવે આગામી તબક્કામાં સ્થાન મેળવનારી અન્ય ફિલ્મોમાં ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેકસી વોલ્યુમ-૨’, ‘કોંગઃ સ્કલ આઈલેન્ડ’, ‘વેલેરિયન અેન્ડ ધ સિટી ઓફ થાઉજન્ડ પ્લેનેટ્સ’ અને ‘વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’નો સમાવેશ થાય છે.

ઓસ્કાર પુરસ્કાર માટે પસંદ થનારી આખરી પાંચ ફિલ્મોની ચૂંટણી આગામી ૬ જાન્યુઆરીએ થશે, જ્યારે ૪ જાન્યુઆરીએ ઓસ્કાર એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત અભિનેતા મોહનલાલની મલયાલમ ફિલ્મ ‘પુલીમુરુગન’નાં બે ગીત મૌલિક સંગીત અને મૌલિક ગીત શ્રેણીમાં ઓસ્કારની હોડમાં છે.

આ બંને ગીત ગોપી સુંદરે લખ્યાં છે. ગોપી સુંદરે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે આ બધું ભગવાનની કૃપાથી છે, તેના માટે મારી પાસે શબ્દો નથી. ઓસ્કાર માટે ગીતોની આખરી ઉમેદવારી ૨૩ જાન્યુઆરીએ થશે.

You might also like