લાદેનનો પુત્ર પિતાના મોતનો બદલો લેવા આતુર : FBIનાં પુર્વ એજન્ટનો ખુલાસો

વોશિંગ્ટન : અમેરિકી તપાસ એજન્સી એફબીઆઇનાં એક પૂર્વ એજન્ટે કહ્યું કે ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા વધારે મજબુત અલકાયદાનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તે પોતાનાં પિતાનાં મોતનો બદલો લેવા માટેની રાહ જોઇ રહ્યો છે. પાકિસ્તાને એબટાબાદમાં અમેરિકાનાં દરોડા દરમિયાન કેટલાક પત્રો મળ્યા હતા, જે અંગે એજન્ટ અલી સૂફાને માહિતી આપી હતી.

લગભગ 28 વર્ષની ઉંમરમાં હમજાએ આ પત્ર લખ્યો હતો અને ત્યારે તેણે ઘણા વર્ષોથી પોતાનાં પિતા ઓસામાને જોયા નહોતા. તે સમયે હમજાની ઉંમર 22 વર્ષ હતી. અમેરિકા પર 9/11 હૂમલા બાદ અલકાયદાનાં મુખ્યતપાસકર્તા સૂફાને સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે પત્રોપરથી જાણવા મળે છે કે હમજા એવો યુવક છે જે પોતાનાં પિતાથી ઘણો પ્રેરિત છે અને તેની જીવલેણ વિચારધારા અપનાવવા માંગે છે.

અમેરિકી નેવી સીલ્સ દ્વારા જપ્ત કરાયેલા પત્રોને હવે જાહેર કરી દેવામાં આવ્યા છે. સૂફાને સીબીએસનાં 60 મિનિટ્સ કાર્યક્રમમાં કહ્યું કે અમજાએ એક પત્રમાં લખ્યું છે, હું પોતે લોખંડી માનુ છું. અલ્લાહ માટે આપણે જેહાદ કરીએ છીએ અને જીતીએ છીએ. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ હમજાને ખાસ રીતે તેનાં નામની વૈશ્વિક આતંકવાદી ગણાવ્યો હતો.

You might also like