એશીઝ માટે ઓસી. ટીમમાં સાત વર્ષ બાદ ટિમ પેનની વાપસી

મેલબોર્નઃ આગામી ૨૩ નવેમ્બરથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની એશીઝ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. શરૂઆતની બે ટેસ્ટ મેચ માટે પસંદ થયેલી ટીમમાં સાત વર્ષ બાદ વિકેટકીપર-બેટ્સમેન ટિમ પેનની વાપસી થઈ છે. પેન ટેસ્ટ મેચમાં છેલ્લી વાર વર્ષ ૨૦૧૦માં ભારત સામે મેદાન પર ઊતર્યો હતો.

પેન ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પણ વાપસી કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની ટીમમાં મુખ્યત્વે બેટિંગની જવાબદારી ડેવિડ વોર્નર, કેમરુન બેનક્રોફ્ટ અને કેપ્ટન સ્ટિવ સ્મિથ પર રહેશે, જ્યારે ટીમમાં સામેલ ઉસ્માન ખ્વાજા, પીટર હેન્ડ્સકોમ્બ, શોન માર્શ અને ટિમ પેને પણ બેટિંગમાં મોરચો સંભાળવો પડશે. પ્રથમ ટેસ્ટ તા. ૨૩થી ૨૭ નવેમ્બર દરમિયાન ગાબા સ્ટેડિયમમાં રમાશે.

ટીમ આ પ્રમાણે છેઃ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, કેમરુન બેનક્રોફ્ટ, ઉસ્માન ખ્વાજા, પીટર હેન્ડ્સકોમ્બ, શોન માર્શ, ટિમ
પેન (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, જોસ હેઝલવૂડ, જેક્સન બર્ડ.

You might also like