OROP પૂર્વ સૈનિકોનાં પારણા પરંતુ દેખાવો ચાલુ

નવી દિલ્હી : વન રેન્ક વનન પેશ્નમાં સ્વૈચ્છીક સેવાનિવૃતીનાં મુદ્દે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટતા બાદ જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા પુર્વ સૈનિકોએ સાડ્ડા હક્ક એથ્થે રખનાં નારા સાથે પોતાની ભુખ હડતાળ સમેટી લીધી હતી. જો કે પૂર્વ સૈનિકોએ કહ્યું કે તેમનાં ધરણા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તેઓએ લેખીત આશ્વાસન નથી મળી જતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વન રેન્ક મુદ્દે વીઆરએસ લેનારા સૈનિકો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે OROPનો લાભ દરેક સૈનિકને મળશે. તેની થોડી જ કલાકો બાદ જંતર મંતર પર પૂર્વ સૈનિકોએ ભુખહડતાળ આટોપી લીધી હતી. પૂર્વસૈનિકોનો નેજો ઉઠાવનાર મેજર જનરલ સતબિર સિંહ (રિટાયર્ડ) દ્વારા જાહેરાત કરવામાં આવી કે અમને લેખીત આશ્વાસન નથી મળતું ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. 

સતબીરસિંહે આમરણ્ય ઉપવાસ પર બેઠેલા ત્રણ પૂર્વ સૈનિકોને પારણા કરાવ્યા હતા. જોકે તેમણે ચિમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જો સરકાર પોતાનું વચન નહી પુરૂ કરે તો અમે તોફાનની જેમ પાછા ફરીશું. તેઓએ કહ્યું કે અમે સરકાર સામે ચાર મુદ્દાઓ મુક્યા હતા જો સરકાર તે મુદ્દા નહી માને તો દેખાવો ચાલુ જ રહેશે.

જો કે સિંહે વન રેન્ક વન પેન્શ લાગુ કરવા અને સ્વયં સંજ્ઞાન લેવા મુદ્દે સરકારનાં વલણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતા. સતબીર સિંહે સ્પષ્ટ માંગણી કરી હતી કે સરકાર પાંચ સભ્યોની કમિટી બનાવે જેમાં તેમનાં પ્રતિનિધિઓને પણ સમાવવામાં આવે. 

You might also like