Categories: News

'OROP' આંદોલન પરત ખેંચવા પૂર્વ જવાનોને પીએમઓની અપીલ

નવી દિલ્હી : વન રેંક વન પેંશન સ્કિમને અમલી બનાવવાને લઈને એનડીએ સરકાર ઉપર દબાણ લાવી રહેલા અને હાલમાં આંદોલન પર ઉતરેલા સેનાના પૂર્વ જવાનોને તેમની હડતાલ અને આંદોલનનો અંત લાવવા વડાપ્રધાનની કચેરીએ હવે અપીલ કરી છે. પીએમઓએ પણ મેદાનમાં આવીને વિવાદનો ઉકેલ લાવવા કહ્યું છે. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ આંદોલન કરી રહેલા સેનાના પૂર્વ જવાનોને તેમના દેખાવોનો અંત લાવવા અપીલ કરી છે.

સેનાના ત્રણ ભૂતપૂર્વ જવાનો આમરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે. ઓઆરઓપી સ્કિમને વહેલી તકે અમલી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.બીજીબાજુ ત્રણેય સેનાના ૧૦ ભૂતપૂર્વ વડાઓએ પણ વડાપ્રધાનને પત્ર લખીને ઓઆરઓપી સ્કિમને વહેલી તકે અમલી કરવા અપીલ કરી છે.જંતર મંતર પર દેખાવો દરમ્યાન ગઈ ૧૪મી ઓગસ્ટે પૂર્વ સૈનિકો પર બળપ્રયોગ કરવા બદલ દિલ્હી પોલીસે તેમની માફી માંગી હતી અને વન રેન્ક વન પેન્શનના મુદ્દે તેમનું આંદોલન સમેટી લેવા અપીલ કરી હતી.

દિલ્હી પોલીસના એક અધિકારી એમ કે મીણાએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હી પોલીસ વતી કહેવા માંગે છે કે તેમને લશ્કરી જવાનો કર્મચારીઓ અને પૂર્વ સૈનિકો પ્રત્યે સંપૂર્ણ માન છે. ૧૪મી ઓગસ્ટે જે કાંઈ થયું તે કેટલીક ગેરસમજ અને ગૂંચવણને લીધે થયું હતું. અમે તમારી સાથે જ છીએ. દરમ્યાન, વન રેન્ક વન પેન્શનના મુદ્દે આંદોલનનો અંત લાવવા માટે સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે આપેલી સલાહની પણ અવગણના કરીને આ યોજનાના અમલની પોતાની માંગણી માટે દબાણ ઉભું કરવા ત્રીજા પૂર્વ સૈનિક આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

ભૂખહડતાળના બીજા દિવસે યુનાઈટેડ ફ્રન્ટ ઓફ એક્સ સર્વિસમેન (યુએફઈએસએમ)ના મીડિયા સલાહકાર કર્નલ અનિલ કૌલ(નિવૃત્ત)એ જણાવ્યું હતું કે હવાલદાર અશોક ચૌહાણ પણ વન રેન્ક વન પેન્શનના ટેકામાં આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. એક નિવેદનમાં જણાવાયું હતું કે ૧૬મી ઓગસ્ટે તેઓ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. તેમણે તેમને ૨૪મી ઓગસ્ટ સુધી આમરણાંત ઉપવાસ મુલતવી રાખવા સલાહ આપી હતી, કારણ કે તેઓ ૨૪મીએ વડાપ્રધાનને મળવાના હતા અને આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરવાના હતા.

નિવેદનમાં એમ પણ જણાવાયું હતું કે સલાહકાર સમિતિએ પૂર્વ સૈનિકોને  આમરણાંત ઉપવાસ મુલતવી રાખવા કહ્યું હતું પરંતુ આ મુદ્દા અંગે સરકાર દ્વારા સદંતર અવગણનાને લીધે તેઓ અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરી ગયા હતા. નિવેદનમાં જણાવાયું હતું કે સરકાર, પોલીસ અને નવી દિલ્હી મહાનગરપાલિકાના પગલાંથી તેઓ વધુ રોષે ભરાયા હતા કારણ કે જંતરમંતર પર તેઓ શાંતિપૂર્વક વિરોધ દેખાવો કરી રહ્યા હતા ત્યારે તેમણે સિનિયર અને પીઢ પૂર્વ સૈનિકોને ધક્કે ચડાવ્યા હતા.

admin

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

18 hours ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

19 hours ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

19 hours ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

19 hours ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

21 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

21 hours ago