Categories: India

OROPના ટેકામાં વી. કે. સિંહના પુત્રી ધરણાંમાં જોડાયા

નવી દિલ્હીઃ લશ્કરના પૂર્વ વડા અને વિદેશ રાજ્યમંત્રી જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહના પુત્રી મૃણાલિની સિંહ પણ આજે વન રેન્ક વન પેન્શનની માગણી સાથે પૂર્વ સૈનિકોના ધરણાંમાં જોડાઇ હતી.

મૃણાલિનીએ જંતરમંતર પર આ વિવાદાસ્પદ મુદ્દાના ઝડપી નિરાકરણની માગણી કરતાં જણાવ્યું હતું કે, તે પૂર્વ સૈનિકોના મુદ્દાને સમર્થન આપવા માટે આવ્યા છે, કારણ કે તે પોતે પણ એક પૂર્વ સૈનિકના પુત્રી છે. તેમણે ઉમેર્યું કે મને લાગે છે કે વહેલામાં વહેલી તકે વન રેન્ક વન પેન્શનનો અમલ થવો જોઇએ.

તેમણે કહ્યું કે તેમના દાદા પણ સૈનિક હતા અને પતિ પણ લશ્કરમાં છે અને કદાચ તેમનો પુત્ર પણ સૈનિક જ બને. તે પોતે પૂર્વ સૈનિકોની પીડાને સારી રીતે સમજે છે. તેમણે ઉમેર્યું કે હું આશા રાખું છું કે સરકાર આ માગણી પર વહેલી તકે ધ્યાન આપશે. આ લાંબા સમયથી પડતર માગણી છે. મેં મારા પિતા સાથે મળીને આ મુદ્દો ઊઠાવ્યો છે.

ઓઆરઓપીની માગણી સાથે પૂર્વ સૈનિકો બે મહિનાથી જંતરમંતર પર ધરણાં પર ઉતર્યા છે. જોકે આ પ્રસંગે મૃણાલિની સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ હોવાનું જણાવીને કહ્યું કે, વડાપ્રધાન મોદી જે કહે છે, તે કરે જ છે. ઓઆરઓપીના મુદ્દા પર પણ તેઓ (વડાપ્રધાન) ઝડપથી નિર્ણય લેશે.

 

admin

Recent Posts

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે…

31 mins ago

મસ્જિદ હુમલોઃ PSLના રંગારંગ કાર્યક્રમ અંગે મની ઉવાચઃ ‘કબૂતર તો ઉડાડ્યાં’

(એજન્સી) કરાચી: એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPLની ઓપનિંગ સેરેમની રદી કરી…

38 mins ago

આજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે

(એજન્સી)નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની આજે ૩૪મી બેઠક મળનાર છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના ઘટાડવામાં આવેલા દરના અમલ…

41 mins ago

BRTSના સાડા પાંચ કિમીના કોરિડોરના કામમાં લાખોનો ગોટાળો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને જાહેર પરિવહન સેવા ક્ષેત્રે દાયકાઓ જૂની એએમટીએસ ઉપરાંત બીઆરટીએસ બસ સર્વિસનો લાભ…

1 hour ago

BJPના સૌરાષ્ટ્ર-કચ્છના ઉમેદવારોનાં નામ આજે બંધ કવરમાં સીલ થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને આજે અંતિમ દિવસે ગુજરાતની કચ્છ અને વિધાનસભા ચૂંટણીની પાંચ બેઠકો માટે મનોમંથન શરૂ થઈ…

1 hour ago

રાજ્યની તમામ 26 બેઠક પર મહિલા કોંગ્રેસે દાવેદારી નોંધાવી

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત મહિલા કોંગ્રેસમાં પણ થનગનાટ જોવા મળ્યો છે. રાજ્યમાં ૪૮…

1 hour ago