ઓરલેન્ડો હુમલા વખતે ઉમર મતીન પત્નીને કરી રહ્યો હતો મેસેજ

ફ્લોરિડાઃ અમેરિકાના ઓરલેન્ડો શહેરમાં એક ગે ક્લબમાં ગોળીબાર કરીને 49 લોકોને મોતને ઘાટ ઉતારનાર ઉમર મતીન હુમલા વખતે પત્નીના સંપર્કમાં હતો. તે તેની પત્નીને મેસેજ કરી રહ્યો હતો. આ મામલે તપાસ કરી રહેલા અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે 12 જૂને સવારે 4 વાગે ઉમર મતીને ગોળીબાર કર્યે બે કલાક થઇ ગયા હતા. તે બાથરૂમમાં છૂપાયેલો હતો. તેણે તેની પત્ની નૂર સલમાનને મેસેજ મોકલ્યો હતો.

મેસેજમાં તેણે નૂરને પૂછ્યું હતું કે શું તેણે આ મામલે કોઇ સમાચાર જોયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે મતીનની પત્નીએ પણ મેસેજ દ્વારા પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું હતું કે તે તેને પ્રેમ કરે છે. ગોળીબાર દરમ્યાન ઘણી વખત નૂરે તેના પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. નૂરે હુમલાનો રિપોર્ટ આવ્યા બાદ પતિને  ફોન કરવાના શરૂ કર્યા હતા. તેને કદાચ અંદાજો આવી ગયો હતો કે હુમલામાં તેના પતિનો હાથ હતો. જો કે મતીને તેની પત્નીના ફોન કોલનો જવાબ આપ્યો ન હતો.

You might also like