ભારતીય વિદ્યાર્થીએ પોતાનાં અંગો દાન આપી 8 લોકોનાં જીવ બચાવ્યા

વોશિંગ્ટન : અમેરિકાનાં ન્યૂયોર્ક સિટીમાં ગયા મહિને ત્રાટકેલા બરફનાં તોફાનોમાં મૃત્યુ પામેલા ભારત મુળનાં વિદ્યાર્થી રાજીવ નાયડુનાં વિવિધ અંગોનાં દાનથી 8 લોકોને નવજીવન મળશે. બેંગ્લુરૂનો 24 વર્ષીય રાજીવ ત્યાંથી PESIT યુનિવર્સિટીમાંથી 2014માં કોમ્પ્યુટર ઇન્ફર્મેશન સાયન્સમાં BE થયા બાદ ગયા વર્ષે ઓગષ્ટમાં ન્યૂયોર્ક ગયો હતો. અહીની યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરતો હતો. તેનું ફર્સ્ટ સેમેસ્ટર પુરૂ થઇ ગયું હતું અને સમર વેકેશનમાં બેંગ્લોર પરત આવવાનો હતો. જો કે કુદરતને કાંઇ અલગ જ મંજુર હતું.

ગત્ત 21 ફેબ્રુઆરીએ રાજીવનાં જન્મદિવસે જ ન્યૂયોર્કમાં બરફનાં તોફાનનાં પગલે તેને ફેફસાનું ઇન્ફેક્શન થયું હતું. જેનાં કારણે તેને બ્રૂકલીન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે ત્યાં તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન 6 માર્ચે તેને બ્રેન ડેડ થઇ ગયું હતું. રાજીવનાં પરિવારે તેનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. રાજીવની બહેન કૃતીકાએ જણાવ્યું હતું કે રાજીવ ફેબ્રુઆરીમાં બીમાર પડ્યો ત્યારથી તેને અમે જોયો નહોતો. આવું કઇ થશે તેવું અમે સ્વપ્નેય વિચાર્યું નહોતું. મારા પતિ જયંત તેનો મૃતદેહ લાવવા અમેરિકા ગયા હતા.

ન્યૂઝીલેન્ડનાં ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમનો ફેન તેવો રાજીવ ફેમીલીએ તેની આંખો, હાર્ટ, પ્રેન્ક્રિઅસ, બંન્ને કિડની, લિવર, અન્નનળી અને બોનમેરોનું દાન કર્યું હતું. જેનાંથી વિવિધ જરૂરિયાતવાળા 8 દર્દીઓને નવજીવન મળ્યું હતું.

You might also like