ઓર્ગેનિક વાઈન વધુ સ્વાદિષ્ટ હોય છે

દ્રાક્ષનો વધુ પાક ઉતારવા માટે એના વેલાઓ પર અનેક પ્રકારનાં રાસાયણિક ખાતરો તેમ જ જંતુનાશકો વાપરવામાં અાવ્યાં હોય છે. જોકે અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે એનાથી માત્ર પર્યાવરણને નુકસાન પહોંચે છે એવું નથી, એનાથી દ્રાક્ષની ક્વોલિટી પણ નબળી પડે છે જેને કારણે એમાંથી બનતા વાઈનના સ્વાદ પર પણ અસર પડે છે. કેમિકલ્સને કારણે હવા અને જમીન પ્રદૂષિત થાય છે એટલું જ નહીં, દ્રાક્ષ પણ ઓછી સ્વાદિષ્ટ રહે છે. ઈકો-ફ્રેન્ડ્લી અને ઓર્ગેનિક રીતે ઉગાડેલી દ્રાક્ષમાંથી બનાવેલો વાઈન વધુ સ્વાદિષ્ટ હોય છે.
http://sambhaavnews.com/

You might also like