સંતરાં-લીંબુ ખાઓ, મેદસ્વિતાની સાઈડઈફેક્ટ ઘટાડો

છેલ્લા કેટલાક વર્ષોના અભ્યાસો પરથી સ્પષ્ટ થયું છે કે ઓબેસિટીના કારણે હાર્ટડિસિઝ, ડાયાબિટીસ અને લિવરડિસિઝનું જોખમ વધે છે. શરીરમાં જમા થયેલી ચરબી શરીરની ચયાપચયની પ્રક્રિયાને અવરોધીને અનેક રોગોને જન્મ અાપે છે. બ્રાઝિલના સંશોધકોનું કહેવું છે કે જો ડાયટમાં ઓરેન્જ, મોસંબી, લીંબું, દ્રાક્ષ જેવા ફ્રૂટ ખાવામાં અાવે તો ઓબેસિટીની સાઈડઈફેક્ટને ઘટાડી શકાય છે. અા ફળોમાં પુષ્કળ માત્રામાં વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ અાવેલા છે. અા કેમિકલ્સ શરીરના કોષોનું ઓક્સિડેશન અવરોધે છે અને અકાળે વૃદ્ધત્વ અાવતું નથી. ખાસ કરીને ઓરેન્જ અને લીંબુંમાં ફ્લેવેનોઈડ પ્રકારના જે કેમિકલ્સ હોય છે તે શરીરમાં સોજો, લિવરમાં ચરબીની જમાવટ અને કોષોનું ઓક્સિડેશન અટકાવે છે.

You might also like