સાવધાન! ઓરલ સેક્સ બની શકે છે ખૂબ ખતરનાક

ઓરલ સેક્સની વિચારણાં કઇ નવી નથી. મિસ્ત્ર લોકોથી લઇને ગ્રીસ સુધી અને રોમથી લઇને ભારત સુધી પુરાતન કાળમાં પણ એનો ટ્રાય કરવામાં આવ્યો છે. જો કે એક જાણીતા પુસ્તર કામસૂત્રમાં તો આખું એક ચેપ્ટર છે જેમાં ઓરલ સેક્સ માટે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. પરંતુ દરેક સેક્સુઅલ એક્ટિવિટીની ખરાબ અને સારી બંને સાઇડ હોય છે. જો કે ઓરલ સેક્સને સેક્સ લાઇફનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. પરંતુ એના કેટલાક નુકસાન પણ છે.

HIV નું જોખમ
જો કોઇ વ્યક્તિ પહેલાથી એચઆઇવી અથવા સેક્શઅલ ટ્રાન્સમિટેડ રોગ એટલે કે STD થી ચેપી છે તો એ વ્યક્તિ સાથે કોઇ પણ પ્રકારનો શારીરિક સંબંધ રાખવો જોઇએ નહીં. કોઇ ચેપી વ્યક્તિ સાથે ઓરલ સેક્સ કરવાથી બીજા વ્યક્તિને પણ ચેપ ફેલાવવાનું જોખમ રહે છે.

જડબામાંથી લોહી આવવું, મોંઢામાં કોઇ પણ પ્રકારનું વાગવું અને મોંઢામાં છાલાના કારણે પણ ઓરલ સેક્સ દરમિયાન HIV અથવા STD જેવી બિમારીઓના ચેપનું જોખમ રહે છે. આ બિમારીઓથી વાયરસ અને બેક્ટેરિયા શરીર પર વાગવાથી, જખમ કે ફોલ્લાઓના કારણે પણ ફેલાઇ શકે છે.

દાદર-ખરજવું
જો તમને શરીરમાં કોઇ પણ પ્રકારનું દાદર-ખરજવું અથવા ખણ મહેસૂસ થઇ રહી છે તો તમારા પાર્ટનર સાથે કોઇ પમ પ્રકારનો શારીરિક સંબંધ બાંધતા પહેલા બચો. કારણ કે દાદર સરળતાથી ગુપ્તાગંથી મોંઢા સુધી પહોંચી શકે છે.

આ ઉપરાંત પહેલા ઓરલ સેક્સને ગોનરિયા બીમારીના કારણ તરીકે જોવામાં આવતું નહતું. પરંતુ દુનિયાભરમાં વધતી આ બીમારીના પ્રમાણને જોઇને એક્સપર્ટ્સનું માનવું છે કે ઓરલ સેક્સ પણ બીમારીનું એક કારણ હોઇ શકે છે જે ચેપી વજાઇનલ અથવા સેમિનલ ફ્લૂઇડના કારણે ફેલાઇ શકે છે.

Visit: http://sambhaavnews.com/

You might also like