IRCTC ના નવા વિકલ્પો, બચશે મુસાફરોના પૈસા!

નવી દિલ્હીઃ શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં ખાવાનું લેવું કે ન લેવું તે હવે મુસાફરો નક્કી કરશે. રેલવે હવે આ મામલે ફ્લેક્સિબલ થઇ છે.  મુસાફરોએ હવે ટિકિટ લેતી વખતે તે જણાવવાનું રહેશે કે તેઓ ખાવાનું લેશે કે નહીં. જે મુસાફરો ખાવાનું નહીં લે તેમને ટિકિટ વખતે કેટરિંગના પૈસા આપવાના નહીં રહે. આઇઆરસીટીસીના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 15 જૂનથી આ સુવિધા શરૂ કરવામાં આવશે.

હાલ ચાર ટ્રેનોમાં આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. 2 શતાબ્દી, 2 રાજધાનીમાં આ ટ્રાયલ કરવામાં આવશે, નિઝામુદ્દીન-મુંબઇ સેટ્રલ અગસ્ત ક્રાંતિ રાજધાની, નવી દિલ્હી-પટના રાજધાની, પુણે-સિકંદરાબાદ શતાબ્દી, અને હાવડા-પુરી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં આ ફ્લેક્સબલિટી પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે.

ટ્રેનોમાં ફરજિયાત કેટરિંગ સેવાના વિકલ્પને વૈકલ્પિક બનાવવાના ટ્રાયલમાં સફળતા પ્રાપ્ત થશે તો બાદમાં અન્ય શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પણ આ ફ્લેક્સિબિલિટી શરૂ કરવામાં આવશે.

You might also like