નોટબંદી પર વિપક્ષ ચારે બાજુથી ઘરેશે સરકરાને, સડકથી સંસદ સુધી પ્રદર્શન

નવી દિલ્હીઃ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે વિપક્ષ આ મુદ્દે સરકારને ઘરેવાના મૂળમાં છે. વિપક્ષે નોટબંદી મામલે સરકારને સંસદથી સડક સુધી ઘેરવાની તૈયારી રાખી છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષીદળો સરકરાને ઘરેવાની રાજનીતિ ઘડી રહ્યાં છે. 500 અને 1000ની નોટ બંધ કરવા મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ નિકાળશે અને રાષ્ટ્રપતિને મળીને તેમને આવેદન સોપશે.

તો ગઇ કાલે કોંગ્રેસ નેતાઓએ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક પહેલાં પોતાની એક બેઠક બોલાવી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સંપન્ન બેઠકમાં મોટા નેતાઓની સલાહ હતી કે વિમુદ્રીકરણના મુદ્દાને સંસદના બંને સદનમાં સવાલ ઉઠાવવામાં આવે. સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પીએમ મોદીએ તમામ પાર્ટીઓને નોટબંદીના નિર્ણયને સમર્થન કરવાની અપીલ કરી હતી.

સંસદમાં સરકારને ઘેરવા માટે  દાવપેચ પર ચર્ચા કરવા માટે સોમવારે રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદના સંસદ ભવન સ્થિત રૂમમાં બેઠક થઇ હતી. જેમાં તૃળમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યૂનાઇટેડ, ભાપકા, માપકા, ઝારખંડ મુક્તિ મોર્ચા અને વાઇએસઆર કોંગ્રેસ નેતા શામેલ થયા હતા. નેતાઓએ એક ઉમદા રણનીતિને ઓપ આપવા માટે ગઇ કાલે પણ બેઠક બોલાવી હતી. બેઠકમાં વન રેન્ક પેનશન, નોટબંદી, કાશ્મીર/પાકિસ્તાન, ખેડૂત, સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

You might also like