બજેટ સત્ર દરમિયાન નોટબંધી મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ : સરકારની શાંતિ માટે અપીલ

નવી દિલ્હી : એક ફેબ્રુઆરીએ લોકસભામાં કેન્દ્ર સરકારની કેન્દ્રીય બજેટ રજુ કરશે. આ અંગે સોમવારે વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે બજેટ સત્ર દરમિયાન વિમુદ્રીકરણનો મુદ્દો ઉઠાવશે. સંસદ ગ્રંથાલાય ભવનમાં સર્વદળીય બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આગામી બજેટનો નિર્ણય લોકશાહીની પ્રથાઓની વિરુદ્ધ છે.

સિંધિયાએ કહ્યું કે જે પ્રકારે કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવાનો નિર્ણય લીધો છે, તે લોકશાહીનું હનન છે. વર્ષ 2012માં અમારી સરકારે ચૂંટણી સુધીનું બજેટ સ્થગિત કરી દીધું હતું.

સંસદમાં બજેટને કોઇ હોબાળા વગર રજુ કરવાની સરકારના પ્રયાસોના કારણે બોલાવાયેલી સર્વદળીય બેઠક તૃણમુલ કોંગ્રેસ અને શિવસેનાએ ભાગ નહોતો લીધો. સાથે જ એક ફેબ્રુઆરીએ સંસદમાં રજુ થનારા બજેટ દરમિયાન પણ તૃણમુલ કોંગ્રેસના સાંસદ હાજર નહી રહે.

ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયનની તરફથી જણાવાયુ કે એક ફેબ્રુઆરીએ સરસ્વતી પુજન થવાનું છે જેનાં કારણે ટીએમસી નેતાઓ અને સાંસદો હાજર નહી રહી શકે. ડેરેકે કહ્યું કે પરંપરા અનુસાર પૂજાના દિવસે કામ નથી કરવામાં આવતું એટલે સુધી કે ઓજારોનો સ્પર્શ પણ નથી કરવામાં આવતો. લોકસભા સ્પિકર સુમિત્રા મહાજને બજેટ સત્ર પહેલા સોમવારે સર્વદળીય બેઠક બોલાવી હતી.

You might also like