વડોદરામાં વિદ્યાર્થીઓને નોટબુક ન મળતાં વિપક્ષનાં ધરણાં

વડોદરાઃ શહેરનાં મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લઇને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની એક બેદરકારી સામે આવી છે. આ વિદ્યાર્થીઓને હજુ સુધી નોટબુક નથી મળી. 16 જૂન સુધીમાં મળનારી નોટ બુક આજ દીન સુધી નથી અપાઇ.

મહત્વનું છે કે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 1 લાખ 12 હજાર 607 નોટબુક વિદ્યાર્થીઓને આપવાની હતી. જેનાં માટે 20 લાખ રૂપિયા ફાળવ્યાં હતાં. જો કે હજુ સુધી નોટબુક ન મળતાં વિપક્ષનાં સભ્ય આજે ધરણાં પર ઉતર્યા હતાં અને વિદ્યાર્થીઓને વહેલી તકે નોટબુકનું વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

વિદ્યાર્થીઓને નોટબુક ના મળતાં આજે વિપક્ષનાં સભ્યો જે જગ્યાએ નોટબુકો રાખવામાં આવી છે તે રૂમની બહાર ધરણાં પર બેઠા હતાં અને વિદ્યાર્થીઓને વહેલી તકે નોટબુકોની વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

શિક્ષણ સમિતિએ અમદાવાદની નવ્યા પેપર કંપનીને નોટ બનાવવાનું કામ આપ્યું હતું. જો કે આજ દિન સુધી નોટો વિદ્યાર્થીઓને મળી નથી જેનાં કારણે આખી યોજના ફેલ ગઈ હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

You might also like