સર્વદળીય બેઠકમાં પણ ગાજ્યો જેએનયુ વિવાદ : ઘટતુ કરવાની મોદીની ખાતરી

નવી દિલ્હી : દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (જેએનયુ)નાં વિદ્યાર્થી યૂનિયનનાં પ્રેસિડેન્ટ કનૈયા કુમાર પર રાષ્ટ્રદ્રોહ લગાવવાનો મુદ્દો હવે વિવાદાસ્પદ થયો છે. વિપક્ષનાં નેતાઓએ મંગળવારે વડાપ્રધાન મોદી પાસે આ મુદ્દે હસ્તક્ષેપની માંગ કરી હતી. સમાચાર છેકે વડાપ્રધાને તેમ કહીને આ મુદ્દે આશ્વાસન આપ્યું કે તેઓ કોઇ એક પાર્ટીનાં નહી પરંતુ દેશનાં વડાપ્રધાન છે. પોલીસે જેએનયૂમાં દેશવિરોધી નારા લગાવવાનાં આરોપમાં વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ કનૈયાની ધરપકડ કરી છે. ત્યાર બાદથી જ જેએનયુનાં વિદ્યાર્થીઓ અને અધ્યાપક સંઘ સહિત તમામ રાજનીતિક દળ આ મુદ્દે વિરોધો કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છેકે સંસદનું બજેટ સત્ર ચાલુ થતા પહેલા વિપક્ષનાં નેતાઓ સહિતની સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. વિપક્ષનાં નેતાઓએ આ બેઠકમાં જ વડાપ્રધાન મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રો અનુસાર પીએમએ આશ્વાસન આપ્યું કે આ મુદ્દો તેઓ જોશે. બેઠકમાં રહેલા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસ સ્પષ્ટ કરી ચુક્યું છેકે જો દેશનાં સંવિધાન અને ભારતની એકતા પર વિશ્વાસ નથી મુકતુ તેનાં પર કાર્યવાહી થવી જોઇએ.જો કે તેમ છતા પણ જેએનયૂનાં વિદ્યાર્થીઓ વિરુદ્ધની આ કાર્યવાહી અને રાષ્ટ્રદ્રોહનાં ગુનાનાં કેસો પર ધ્યાન આપવું જરૂરી છે.
કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓની વિરુદ્ધછે. પરંતુ વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ કનૈયા કુમારની ધરપકડ અને કેમ્પસમાં પોલીસની રેડ સરકારનાં ઓવર રિએક્શન દર્શાવી રહી છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકાર યૂનિવર્સિટીમાં પેદા થઇ રહેલા અસંતોષને કચડવા માંગે છે. જેએનયૂનાં વિદ્યાર્થીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહી તેનો પુરાવો છે. જો કે કેન્દ્ર સરકારે વિપક્ષનાં આ આરોપોને ફગાવી દીધા છે.
સરકારની તરફથી જેએનયૂ વિદ્યાર્થીઓની ધરપકડને ડિફેન્સ કરતા સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાડયૂએ કહ્યું કે લોકો તો તેમ પણ કહી રહ્યા છે કે કેમ્પસમાં પોલીસને ન જવા દેવી જોઇએ. તેમણએ સવાલ ઉઠાવ્યો કે આવી પરિસ્થિતીમાં જો કાંઇ પણ થયું તો તેનાં માટે જવાબદાર કોણ હશે.

You might also like