અમેરિકામાં સિરિયાઈ શરણાર્થીઆેને આશરાે આપવા સામે ઉગ્ર વિરાેધ

વાેશિંગ્ટન: યુરાેપીયન દેશાે અને કેનેડા બાદ હવે અમેરિકામાં પણ સિરિયાઈ શરણાર્થીઆેને આશરાે આપવા સામે વિરાેધ થયાે છે. પેરિસ પર હુમલા બાદ રિપબ્લિકન પાર્ટીના નેતાઆે અને ૨૪ રાજ્યાેના ગવર્નરાેઅે આેબામા સમક્ષ અમેરિકામાં સિરિયાઈ શરણાર્થીઆેના પ્રવેશને રાેકવા માગણી કરી છે. અમેરિકાની ૨૦૧૬માં ૧૦૦૦૦ સિરિયાઈ શરણાર્થીઆેને આશ્રય આપવાની યાેજના છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે તે આ બાબતે સંમત છે.

જ્યારે બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક આેબામાઅે આવા વિરાેધને શરમજનક ગણાવ્યાે છે. તેમણે જણાવ્યું કે આતંકવાદની સમસ્યાને શરણાર્થી સંકટ સાથે સાંકળવું ન જાેઈઅે. આ બાબતે ૨૪ રાજ્યના ગવર્નર ઉપરાંત રાષ્ટ્રપતિ પદ માટેના દાવેદારાે ડાેનાલ્ડ ટ્રંપ, જેબ બુશ અને માર્કાે રૂબિયાેઅે પણ શરણાર્થી યાેજનાનાે વિરાેધ કર્યાે છે. તેમણે જણાવ્યું કે પેરિસ પરના હુમલા બાદ શરણાર્થીઆેને અેમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવાની બાબત ખૂબ જ ખતરનાક ગણી શકાય. લુસિયાણાના ગવર્નર બાેબી જિંદાલે જણાવ્યું કે તેમણે અધિકારીઆેેને હાલમાં તેમના રાજ્યમાં આવેલા અેક સિસિયાઈ શરણાર્થી પર વાેચ રાખવા આદેશ આપ્યાે છે. ન્યૂ હૈંપશાયરના ગવર્નર મૈંગી હસને પણ સિરિયાઈ શરણાર્થીઆેના વિરાેધને સમર્થન આપ્યું છે. રિપબ્લિકન સાંસદાેઅે અમેરિકી સંસદમાં યાેજના માટે જરૂરી ગ્રાન્ટને રાેકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પેરિસના અેક હુમલાખાેરના મૃતદેહ પાસેથી સિરિયાઈ પાસપાેર્ટ મળ્યા બાદ વિરાેધ શરૂ થયાે હતાે. જાેકે અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે સિરિયાઈ શરણાર્થીઆેને ઉચ્ચ સ્તરની સુરક્ષા તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

સિરિયાઈ શરણાર્થીઆેના પ્રવેશને લઈને થઈ રહેલા વિરાેધને અયાેગ્ય ગણાવતા સંયુકત રાષ્ટ્રના પ્રવકતાઅે જણાવ્યું કે આતંકવાદથી નાગરિકાેની સુરક્ષાની ચિંતાને સમજી થકાય તેમ છે. પરંતુ હિંસાનાે શિકાર બનેલા શરણાર્થીઆે તેમના ઘર છાેડી રહ્યા છે તેથી તેમનાે વિરાેધ કરવાે યાેગ્ય ઉપાય નથી.

You might also like