જાણો કેવા છે હશે ફિચર્સ: 17 માર્ચે લોન્ચ થઇ શકે છે Oppo R9

ચીન: ચીનની સ્માર્ટફોન મેકર Oppo જલ્દીથી 17 માર્ચના રોજ તેની ફ્લેગશિપ R9 લોન્ચ કરી શકે છે. તે માટે કંપનીએ સોશિયલ મિડીયા પર જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આ ફોન કઇ તારીખે  લોન્ચ થશે તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. રિપોર્ટના પ્રમાણે આ ફોન દેખાવમાં iPhone 6S જેવો લાગે છે. આ ફોનની જાહેરાતમાં 9ને એવી રીતે હાઇલાઇટ કરવામાં આવ્યો છે કે તેના પરથી અનુમાન લગાવી શકાય કે તે કેમેરા ટેકનોલોજીના નવા ઇનોવેશનની સાથે આવી રહ્યો છે.

આ ફોનમાં ફોટોગ્રાફી માટે 21 મેગાપિક્સલ રિયર અને 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમાં 6 ઇંચની કવર્ડ એચડી ડિસ્પ્લેની સાથે સ્નેપડ્રેગન 820 પ્રોસેસર આપવામાં આવશે. તેમાં 64 જીબી ઇન્ટરનલ મેમરીના સાથે 3 અથવા તો 4 જીબી રેમ હોઇ શકે છે.

બીજા ફ્લેગશિપ ડિવાઇઝની જેમ તેમાં પણ ફિંગર પ્રિન્ટ સ્કેનર અને 4G LTE સપોર્ટની સાથે વાઇફાઇ, બ્લૂટૂથ 4.0 અને WiFi Direct જેવા સ્ટાન્ડર્ડ ફિચર હશે. હાઇ અને સ્પેસિફિકેશનને જોતાં એવું લાગે છે કે તેમાં એન્ડ્રોઇડ લોલીપોપ અથવા માર્શમૈલો બેસ્ડ કસ્ટમ ઓએસ આપવામાં આવશે.

તાજેતરમાં જ શાઓમીએ તેનો ફ્લેગશિપ Mi 5 લોન્ચ કર્યો છે. બજારમાં આ બે ફોનમાં ઘણી નજીકની હરિફાઇ જોવા મળશે

You might also like