Oppo R9 લીક થયો ફોટો, iPhpne 6 જેવો છે આ સ્માર્ટફોન

નવી દિલ્હી: ચીની સર્ટિફિકેશન વેબસાઇટ TENAA ઉપરથી ઘણા સ્માર્ટફોનના ફોટો અને સ્પેસિફિકેશન લીક થાય છે. હવે ચીના કંપની Oppoના ફ્લેગશિપ સ્માર્ટફોન R9નો ફોટો સામે આવ્યો છે અને ફોટામાં તે iPhone 6 જેવો લાગી રહ્યો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોનનું ફિંગરપ્રિન્ટ સ્કેનર 0.2 સેંકન્ડમાં સ્કેન કરીને ફોન અનલોક કરી શકે છે. તાજેતરમાં જ કંપનીએ ફોન માટે ટીઝર પ્રકાશિત કર્યુ હતું, જેમાં 9 નંબરને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર આ ફોનના કેમેરામાં નવી ટેકનોલાજીનો ઉપયોગ થશે.

આ ફોન 17 માર્ચે લોન્ચ કરવામાં આવી શકે છે. હાલમાં આ ફોનની જેટલી જાણકારી છે તે પ્રમાણે તેમાં 5.5 ઇંચની ફુલ એચડી એમોલેડ સ્ક્રીન અને 1.95GHzની ઓક્ટાકાર પ્રોસેસર આપવામાં આવશે. આ ડ્યૂલસિમ સ્માર્ટફોનમાં 4GB રેમની સાથે 32GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. જેમાં માઇક્રો એસડી સપોર્ટ પણ મળશે.

ફોટોગ્રાફી માટે તેમાં 16 મેગાપિક્સલ રિયર અને 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો હોવાનું જાણવા મળ્યું છે જે સેલ્ફી લવર્સને આકર્ષિત કરશે. તેની બેટરી 2,850 mAhની હશે.

You might also like