કૈલાસ માનસરોવરમાં ફસાયેલા 150 તીર્થયાત્રીઓ સુરક્ષિત રીતે બહાર, હજી કેટલાંક સંકટમાં

નેપાળનાં માર્ગ દ્વારા કૈલાશ-માનસરોવર યાત્રા પર પહોંચેલ 150 તીર્થયાત્રીઓને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનાં સહયોગથી સુરક્ષિત રીતે નીકાળી દેવામાં આવેલ છે. આ સાથે જ યાત્રા દરમ્યાન 2 તીર્થયાત્રીઓનાં મૃતદેહને પણ હેલિકોપ્ટર દ્વારા પરત લાવવામાં આવી રહેલ છે.

આ પહેલાં કૈલાશ-માનસરોવરની યાત્રા પર ગયેલ તીર્થયાત્રી ખરાબ વાતાવરણને લઇને નેપાળગંજ-સિમીકોટ-હિલસા રૂટ પર ફસાઇ ગયા હતાં કે જેઓને સુરક્ષિત રીતે નીકાળવાની કોશિશ કરવામાં આવી રહી છે.

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નિવેદન રજૂ કરતા કહ્યું કે હિલસાથી સિમીકોટ ગયેલ 150 તીર્થયાત્રીઓને સુરક્ષિત રીતે નીકાળી લેવામાં આવેલ છે. દૂતાવાસે જણાવ્યું કે તેઓને સ્થાનીય ઓથોરિટી અને ફ્લાઇટ ઓપરેટર્સ જોડે સંપર્ક કરીને 9 કોમર્શિયલ ઉડાણોને આધારે 158 યાત્રીઓને સિમિકોટથી લઇને નેપાળગંજ સુધી સુરક્ષિત રીતે નીકાળી દેવામાં આવ્યાં છે.

નેપાળગંજમાં પણ દરેક પ્રકારની ચિકિત્સક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને 3 કલાકની માર્ગીય યાત્રાને આધારે લખનઉ પહોંચી શકાય છે. ત્યાં જ દૂતાવાસ નેપાળ સેનાની સાથે સંપર્કમાં છે જેથી મોસમમાં સુધાર થતાં જ હેલિકોપ્ટરને આધારે ઉડાણ ભરી શકાય.

ઉલ્લેખનીય છે કે કૈલાશ માનસરોવરની યાત્રા પર નિકળેલા 1500થી પણ અધિક ભારતીય તીર્થયાત્રીઓ ખરાબ વાતાવરણને લઇને તિબ્બતની પાસે નેપાળનાં પહાડી વિસ્તારમાં ફસાયેલા છે.

ભારતે આ તીર્થયાત્રીઓને નિકાળવા માટે નેપાળ પાસે મદદ માંગી છે. ભારતીય શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરવાની કોશિશ ભારે તેજ થઇ ગઇ છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નિવેદન રજૂ કરતા કહ્યું કે તેઓ આ રૂટની સ્થિતિ પર નજર રાખીને બેઠેલ છે.

સુષ્માજી દ્વારા કરવામાં આવેલ એક બાદ એક ટ્વિટમાં કહ્યું કે ભારતે તીર્થયાત્રીઓ અને તેઓનાં પરિવારને માટે હૉટલાઇન સ્થાપિત કરી દીધી છે. તેઓને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સૂચનાઓ આપવામાં આવશે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે હિલસામાં અમે પોલીસ અધિકારીઓને પણ જરૂરી સહાયતા માટે મદદનો પણ આગ્રહ કર્યો છે.

હિલસામાં ખરાબ વાતાવરણને કારણે 104 કૈલાસ માનસરોવર તીર્થયાત્રીઓને સિમીકોટથી હિલસા ખાતે લાવવામાં આવ્યાં. ત્યાં જ કૈલાશ માનસરોવરનાં દર્શન કરવા આવેલ 2 ભારતીય તીર્થયાત્રીઓનાં મોત પણ થઇ ગયાં છે.

મહત્વનું છે કે હુમ્લા જિલ્લા પોલીસ કાર્યાલયે જણાવ્યું કે કેરલની 56 વર્ષીય નારાયણમ લીલાની સોમવારનાં સિમકોટ સ્થિત એક હોટલમાં જ્યારે આંધ્ર પ્રદેશની સત્યલક્ષ્મીની રવિવારનાં રોજ તિબ્બતનાં તાક્લાકોટમાં મોત થઇ ગયું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં માનસરોવર આવેલ 8 ભારતીય તીર્થયાત્રીઓનાં મોત થઇ ચૂક્યાં છે. પોલીસે જણાવ્યું કે હાઇ અલ્ટીચ્યૂડથી ઉત્પન્ન થનાર શારીરિક સમસ્યાઓનાં કારણે આ મોત થયાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

12 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

12 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

12 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

13 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

13 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

13 hours ago