નવસારી-વલસાડના દરિયામાં ATSનું ઓપરેશન, મોસ્ટ વોન્ટેડ આતંકીની કરી ધરપકડ

દક્ષિણ ગુજરાતના દરિયામાં ATSની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં એટીએસની ટીમે સફળતા મળી છે. નવસારી અને વલસાડના દરિયામાંથી ATSનુ ઓપરેશ હાથ ધરાયુ છે. જેમાં ગુજરાત ATSની ટીમે મોસ્ટ વોન્ટેડ આતંકી અહમદ લંબુની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે મુંબઇ બ્લાસ્ટના આતંકી અહમદ લંબની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પર 5 લાખ રૂપિયાનુ ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. જ્યારે સીબીઆઇ અને ઈન્ટરપોલ દ્વારા આતંકી અહમ લંબ પર લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ અહમદ લંબુ ફરાર થઇ ગઇ હતો. આ સાથે જ અહમદ લંબુ પર હથિયાર તસ્કરીના ગંભીર આરોપો પણ છે.

You might also like