નઇમ ખાન સહિત અલગતાવાદીનાં ર૨ સ્થળો પર એનઆઈએના દરોડા

શ્રીનગર: કાશ્મીરમાં ટેરર ફંડિંગને લઇ અલગતાવાદી નેતાઓની પૂછપરછ બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ર૨ સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઇએ દ્વારા કાશ્મીરમાં અલગતાવાદીઓના ૧૪ અને દિલ્હીમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. અા મામલામાં એનઆઇએ દ્વારા એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન રૂ. ૧.૨૫ કરોડની જંગી રકમ જપત કરાઈ છે.
ઇન્ડિયા ટુડે દ્વારા હાથ ધરવામાં આવેલ ‌િસ્ટંગ હુર્રિયત ઓપરેશનની અસર જોવા મળી રહી છે. એનઆઇએ દ્વારા હુર્રિયતના જે નેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં નઇમ ખાન, બિટા કરાટે, જાવેદ ગાજીબાવા વગેરેનો સમાવેશ થાય છે.

આ નેતાઓની એનઆઇએ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અમારા દ્વારા પ્રારંભિક તપાસ રિપોર્ટ એફઆઇઆરમાં તબદીલ કરવામાં આવ્યો છે. હવાલા કૌભાંડ અને આતંકીઓને કરવામાં આવતા ફંડિંગ મામલામાંં હાલ એનઆઇએની ટીમ દિલ્હીના ચાંદનીચોક, બલ્લીમારાન સહિત સાત સ્થળોએ હાલ દરોડાની કાર્યવાહી ચાલુુ છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ૧૪ સ્થળોએ પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.
અલગતાવાદી નેતા સૈયદઅલીશાહ ગિલાની ફરતે પણ એનઆઇએ દ્વારા હવે ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે. તેમની સામે પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ઇન્ડિયા ટુડેએ સ્ટિંગ ઓપરેશન હાથ ધરીને કાશ્મીરમાં પથ્થરબાજી અને અશાંતિ માટે પાકિસ્તાની ફં‌િડંગનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પ્રથમ વાર કેમેેરા પર અલગતાવાદી નેતા પાકિસ્તાન પાસેથી રૂપિયા લઇને ખીણમાં હિંસા ભડકાવવાની વાત કબૂલતા દેખાય છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે એનઆઇએને આ બાબતમાં તપાસ સોંપી હતી.

ઇન્ડિયા ટુડેની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પથ્થરબાજના ફાઇનાન્સર્સનો પર્દાફાશ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે કાશ્મીર ખીણમાં જે તંગદિલી ભડકાવવામાં આવી રહી છે તેના તાર સીમા પાર બેઠેલા સ્પોન્સરર સાથે જોડાયેલા છે. હુર્રિયતના નેતાએ એવું પણ કબૂલ્યું છે કે કેવી રીતે કાળાં નાણાંને સફેદ કરવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like