ઑપરેશન ઑલઆઉટ: શોપિયાંમાં સેનાએ 4 આંતકવાદીઓને ધેરીને કર્યા ઠાર

કશ્મીરની ઘાટીમાં આંકતવાદીઓ વિરુદ્ઘ સુરક્ષાબળોની તરફથી ચલાવવામાં આવી રહેલા ‘ઑપરેશન ઑલઆઉટ’ ને મોટી સફળતા મળી છે, કેટલાક કલાક સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં 4 ખૂંખાર આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યાની સમાચાર છે. શોપિયાં એન્કાઉન્ટમાં માર્યા ગયેલા હિઝ્બુલ આંતકી સદ્દામ પાડરની મોતની સાથે જ બુરહાનવાની ગેંગનો ખાત્મો થઇ ગયો છે, માર્યા ગયેલા આંતકવાદીઓમાં પ્રોફેસરથી આંતકવાદી બનેલો વ્યકિત પણ શામેલ છે.

રવિવાર સવારથી સુરક્ષાબળના જવાનો અને આંતકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો હતો, જ્યારે બપોર પહેલા સુરક્ષાબળને મોટી સફળતા મળી જ્યારે તેમણે આ 4 આંતકવાદીઓની ઠાર કરી દીધા. આ એન્કાઉન્ટમાં એક નાગરિકના મૃત્યુના સમાચાર છે. શરૂઆતથી આ એન્કાઉન્ટમાં 2 સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા, જેમાં 1 જવાન સેનાનો હતો અને 1 પોલીસનો હતો.

માર્યા ગયેલા આતંકવાદીઓમાં સદ્દામની સાથે સાથે ડૉક્ટર મુહમ્મદ રફી ભટ્ટ, બિલાલ મૌલવા અને આદિલ મલિક પણ શામેલ છે. રફી ભટ્ટ કશ્મીર યૂનિવર્સિટીના પ્રોફેસર રહી ચૂક્યા છે, જોકે તેમણે બોલાવવા માટે સુરક્ષાબળના જવાનોએ તેમના પરિવારને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, તેથી તે સામે આવી શકે, પરંતુ મુઠભેદમાં ચારેય આંતકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે.

સદ્દામ પાડર હિઝ્બુલના શીર્ષ આંતકી કમાન્ડર હતો અને તે બુરહાન બ્રિગેડમાં શામેલ એકમાત્ર જીવિત હિઝ્બુલ કમાન્ડર હતી.

થોડા દિવસ પહેલા માર્યો ગયો સમીર:

આ પહેલા ગયા મહિને જમ્મૂ-કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં હિબઝુલ મુઝાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર પણ સામેલ હતો. સમીર ટાઇગર 2016માં હિબઝુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામા રહેવાસી હતો અને હિઝબુલ કેટલાક હુમલાઓમાં સામેલ હતો.

બુરહાન વાની બાદ સમીરને કાશ્મીરના પોસ્ટર બ્વોયના રૂપમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમીરને આતંકવાદી વસીમે અંતિમયાત્રામાં સામેલ થઇને ફાયરિંગ પણ કર્યું હતું. ગયા મહિને સમીર ટાઇગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં તે એક સ્થાનીક યુવાન સાથે પૂછપરછ કરતો નજરે આવી રહ્યો છે.

સમીર આ વીડિયોમાં કથિત મુખબિરને પૂછી રહ્યો છે કે આ વિસ્તારમાં કોણ કોણ સેનાને જાણકારી આપે છે. આ વીડિયોના કેટલાક કલાકો બાદ જ સુરક્ષાદળોએ સમીર ટાઇગરને પુલવામાં દ્રબગામમાં ઘેરી લીધો અને તેનો ખાતમો કરી નાખ્યો.

You might also like