ભારત સાથે વેપાર માટે અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપી ધમકી

કાબુલ : ભારત સાથે વેપાર મુદ્દે અફઘાનિસ્તાને પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે જો પાકિસ્તાને ભારત સાથે વેપાર માટે અફઘાન વેપારીઓ માટે લાહોર ખાતેની વાઘા બોર્ડરને નહી ખોલે તો અફઘાનિસ્તાન પણ પાકિસ્તાની વેપારીઓ માટે ટ્રાન્જીટ રૂટ બંધ કરી દેશે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલનાં રિપોર્ટ અનુસાર ગનીએ કહ્યું કે, જો પાકિસ્તાન અફધાનિસ્તાનનાં વેપારીઓને આયાત અને નિકાસ માટે વાઘા બોર્ડરનો ઉપયોગ કરવાની પરવાનગી નહી આપે તો અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનને તે ટ્રાન્જિટ રૂટ્સનો ઉપયોગ નહી કરવા દે જેનાં માધ્યમથી પાકિસ્તાની ટ્રેડર્સ સેન્ટ્રલ એશિયા અને અન્ય દેશો સાથે વેપાર કરે છે.

અહેવાલો અનુસાર અશરફ ગનીએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મુદ્દે બ્રિટનનાં ખાસ દૂત ઓવન જેનકિન્સ સાથે મુકાતામાં આ વાત ઉચ્ચારી હતી. ગનીએ કહ્યું કે હવે અફઘાનિસ્તાન માત્ર ચારો તરફથી ઘેરાયેલો માત્ર એક દેશ નથી કારણ કે આયાત અને નિકાસ ખાતર અમારી પાસે ટ્રાન્ઝીટ રૂટ્સ છે. પાકિસ્તાને હંમેશા પોતાનાં રસ્તાઓને અમારા વેપાર માટે બંધ કર્યા છે. જેનાં કારણે અફઘાનિસ્તાનનાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવવાનું આવ્યું છે.

અશરફ ગનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે કેટલાક મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. હાલમાં જ તોરખમ બોર્ડરનાં મુદ્દે બંન્ને દેશો વચ્ચે વિવાદ થયો હતો. અફઘાનિસ્તાનનાં અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાનનાં રસ્તે વાઘા બોર્ડર ખાતે ભારતીય શહેર અટારીથી વેપાર માટે કાબુલ લાંબા સમયથી માંગ કરી રહ્યું છે. જો કે પાકિસ્તાન આ મુદ્દે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.

You might also like