બેંક એકાઉન્ટ ખોલાવી, દર મહિને જમા કરો 1000 રૂપિયા થશે, આ ફાયદો

નવી દિલ્હીઃ લોકો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. જો તમારી પાસે બેંક એકાઉન્ટ ન હોય તો ખોલાવી લેજો અને તેમાં દર મહિને એક હજાર રૂપિયા જમા કરાવો. જેનાથી તમને થશે નાણાકીય ફાયદો. જાન્યુઆરી 2014થી પ્રધાનમંત્રી મોદીએ બેટી બચાવો બેટી પઢાવો કેમ્પેન અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત તમે તમારી પુત્રીને સુંદર ભવિષ્ય આપી શકો છો.

પીએમ મોદીની સુકન્યા સમૃદ્ધ યોજનાની શરૂઆત 4 ડિસેમ્બર 2014ના રોજ થઇ હતી. આ એક લોન્ગ ટર્મ ડેટ સ્કીમ છે. જેમાં કોઇ પણ વ્યક્તિ પુત્રીના જન્મથી લઇને 10 વર્ષ સુધી ક્યારે પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ એકાઉન્ટ બેંક અથવા તો પોસ્ટમાં ખોલવામાં આવે છે. આ એકાઉન્ટમાં બાળકી 21 વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રહે છે.

ખાતુ ખોલતી વખતે એક હજાર રૂપિયા જોઇએ. જે કેશ, ચેક અથવા તો ડ્રાફ્ટમાં જમા થાય છે. આ યોજના બાળકના જન્મથી લઇને લગ્ન સુધી પરિવારજનોને આર્થિક મદદ પ્રદાન કરે છે. આ યોજના બાળકીઓની ઘટડી સંખ્યાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

ખાતુ ખોલવા માટે બાળકીના જન્મનું પ્રમાણ પત્ર, અરજી કરનારનું ઓળખ પત્ર અને નિવાસ પ્રમાણ પત્ર જરૂરી છે. આ ખાતુ પોસ્ટ ઓફિસ અને કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત બેંકમાં ખોલી શકાય છે. એક હજારથી દોઢ લાખ સુધી વર્ષ દરમ્યાન આ ખાતામાં જમા કરાવવાના રહે છે. જો કોઇ કારણ સરળ તે વર્ષ પૈસા જમા ન કરાવી શકીએ તો બીજા વર્ષ પણ રકમ જમા કરાવી શકાય છે. પણ સાથે જ પેનલ્ટી પેટે 50 રૂપિયા આપવાના રહે છે.

ખાતુ ખોલ્યાના 14 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના રહે છે. બાળકી 21 વર્ષની થયા એટલે ખાતુ આપો આપ બંધ થઇ જાય છે. બાળકી 21 વર્ષની થાય એટલે ખાતુ મેચ્યોર થઇ જાય છે. પરંતુ 18 વર્ષે બાળકીની હાયર સ્ટડી માટે 50 ટકા પૈસા ઉપાડી શકાય છે. મેચ્યોરિટી પર મળનારી રકમ પર કોઇ જ ઇન્કમ ટેક્સ નથી લાગતો. વ્યાજ દર પ્રતિ વર્ષ અલગ અલગ હોય છે. પ્રત્યેક બાળકીનું અલગ અલગ ખાતુ ખોલી શકાય છે.

home

You might also like