ઉત્પાદનમાં ઘટાડાનાે ઓપેકનાે નિર્ણય છતાં ક્રૂડમાં નરમાઈ

અમદાવાદ: વિશ્વના ક્રૂડનું ઉત્પાદન કરતા દેશોના અગ્રણી સંગઠન ઓપેક અને રશિયાએ ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો પાછલાં સપ્તાહે નિર્ણય લીધો છે તેમ છતાં ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાતો જોવાયો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૫૩.૫ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહી છે, જ્યારે નાયમેક્સ ક્રૂડમાં ૦.૭૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૫૦.૫ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ પહોંચી ગયા છે.

દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં પ્રેશર જોવા મળ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૧૭૧ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૬.૮ ડોલરની સપાટીએ જોવાઇ છે.
સ્થાનિક બજારમાં પણ સોનું પ્રેશરમાં જોવા મળ્યું હતું. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું ૨૮,૭૦૦ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ચાંદી ૪૦,૪૦૦ની સપાટીએ ખૂલી હતી.
http://sambhaavnews.com/

You might also like