કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પરફેક્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન એટલે ઉટી!

ભારતમાં જ્યારે પણ લોકપ્રિય હિલ સ્ટેશન્સની વાત કરવામાં આવે ત્યારે એક વાર ઉટીનું નામ અવશ્ય આવે. તમિલનાડુમાં આવેલા આ હિલ સ્ટેશનને “ક્વીન ઓફ હિલ સ્ટેશન્સ” તરીકે પણ ઓળખાય છે. પરંતુ ટૂરિસ્ટ લોકો શિયાળાની ઋતુમાં જવાનું વધારે પસંદ કરશે. સહેલાણીઓ લોકો કુદરતનાં સાનિધ્‍યમાં અહીં ચોક્ક્સથી અલૌકિક પળો વિતાવવાની કોશિશ કરે છે.

ઉટી એ અનેક લીલોતરી ધરાવતાં ડુંગરો, તેમજ ઊંડી ખીણ અને નયનરમ્‍ય દ્રશ્‍યો જેવાં અનેક પ્રકારનાં કુદરતી સૌંદર્યથી ભરેલ એક જીવતી મશાલ છે. એક એવો સમય હતો કે જયારે ફિલ્‍મ નિર્માતાઓ વિદેશ જવાને બદલે દેશનાં સ્‍વીટઝરલેન્‍ડ તરીકે ગણાતા ઉટીને પોતાની શૂટીંગનાં સ્થળ તરીકે પસંદ પમાડતા હતાં. અને ત્યાં અનેક હિન્‍દી ફિલ્‍મોનું શૂટીંગ પણ થયું છે.

તમે ઉટીને પરફેક્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ કહી શકો છો. અહીં ઉટીમાં સૌથી વધારે પ્રખ્યાત છે ઉટી લેક. આ તળાવ લગભગ 2.5 કિ.મી. લાંબુ છે. અહીં તમે બોટિંગની સાથે ફિશિંગ પણ કરી શકો છો. તેમજ ઉટીથી લગભગ 60 કિ.મી દુર મદુમલાઈ નેશનલ પાર્ક પણ આવેલ છે કે જ્યાં તમે વાઘથી લઈ હાથી સુધી અનેક જંગલી પ્રાણીઓને પણ જોઈ શકો છો.

આ સિવાય ઉટીમાં બોટાનિકલ ગાર્ડન અને રોઝ ગાર્ડન પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. આ રોઝ ગાર્ડનમાં તમને અલગ અલગ પ્રકારનાં ગુલાબ પણ જોવા મળશે. ઉટીથી 10 કિલોમીટર આવેલો આ શિખર પણ એક મુખ્ય ટૂરિસ્ટ સ્પોટ છે. આને અહીંનો સૌથી ઉંચો શિખર કહેવામાં આવે છે.

ઉટી જાઓ તો તમારે ટી ફેક્ટરીની મુલાકાત ખાસ લેવી જોઈએ. અહીં તમે ચા પત્તીમાંથી ચા બનવાની આખી પ્રોસેસ જોઈ શકો છો. તમે ઈચ્છો તો અહીંથી ચા ખરીદી પણ શકો છો. અહીં ઉટીમાં જોવાલાયક સ્‍થળોમાં બોટનીકલ ગાર્ડન, ડોડા બેટ્ટા, વેલી વ્‍યુ, મધુ મલાઇની વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, રોઝ ગાર્ડન તેમજ સેન્‍ટ સ્‍ટીફેન ચર્ચ પણ સૌથી ફેમસ છે.

You might also like