માત્ર છ મિનિટ ટોઈલેટમાં બેસવાના ૮૨૭૦ રૂપિયા

કાયદાકીય સેવા પુરી પાડતી એક કંપનીએ અાવું ફરમાન જારી કર્યું છે. લંડનમાં નાબારો નામની એક કાયદાકીય કંપની અત્યંત પ્રતિષ્ઠિત હોવાની કારણે તેની ફી માત્ર ધનવાનો પોસાય છે. હવે તેમણે પોતાના ત્યાં અાવતા ક્લાયન્ટો માટે ફરમાન જારી કર્યું છે કે કાયદાકીય સેવા લેવા માટે અાવેલો કોઈ પણ ક્લાયન્ટ જો છ મિનિટ જેટલો સમય ટોઈલેટમાં જવાનો બ્રેક લેશે તો એટલા સમય માટે પણ તેને ૧૦૦ પાઉન્ડ એટલે કે ૮૨૭૦ રૂપિયા ફી ચુકવવી પડશે. માત્ર ટોઈલેટ નહીં પરંતુ કોફીબ્રેક પર પણ અાજ નિયમ લાગુ કરાયો છે.

You might also like