આજે માત્ર બેંકો પોતાના ખાતેદારોને આપશે સેવાઓ, વરિષ્ઠોને છુટ

નવી દિલ્હી : આજે જે તે બેંકના ખાતેદાર પોતાની બેંકમાંથી જ 500 અને 1000ની નોટો બદલી શકશે. જોકે સરકારના આ નિર્ણયમાં સિનિયર સિટિઝનને છૂટછાટ આપવામાં આવી છે.  એટલે કે સિનિયર સિટિઝન કોઇ પણ બેંકમાં જઇને મની એક્સચેન્જ કરાવી શકશે. પરંતુ અન્ય ખાતાધારકો પોતાની બેંકમાં જઇને જ મની એક્સચેન્જ કરાવી શકશે. ઉલ્લખનિય છે કે શુક્રવારે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના ચેરમેન રાજીવ રૂષીએ જણાવ્યું કે શનિવારે બેંક પોતાના પેન્ડિંગ કામ પુરા કરશે, જેથી બીજી બેંકના ગ્રાહકોને એક્સચેન્જની સુવિધા નહી આપે. જો સિનિયર સિટીઝન પર આ નિયમ લાગુ નહીં પડે.

એટલે કે સિનિયર સિટિઝન કોઇ પણ બેંકની શાખામાં જૂની નોટ બદલાવી શકશે. આઇબીએનાં ચેરમેન રાજીવ રૂષીએ કહ્યું કે, આ દિવસોમાં દરેક બેંકના ગ્રાહકોને પરેશાની થઇ કારણ કે તેમનું કામ અમે ન હોતા કરી શક્યા. એવામાં કેટલાય ગ્રાહકોનાં કામ અટકેલા છે. તેથી જ આજે માત્ર વિશિષ્ટ રીતે જે તે બેંક પોતાના ગ્રાહકો માટે કામ કશે. અન્ય બેંકના ખાતેદારોને નોટ એક્ચસેન્જ નહીં કરી આપવામાં આવે.

જો કે તેમાં વરિષ્ઠ નાગરિકોને છુટ આપવામાં આવી છે. તેઓ કોઇ પણ બેંક શાખામાં નોટ બદલાવી શકે છે. રૂષીએ કહ્યું કે આઇબીએનો આ નિર્ણય માત્ર શનિવાર માટે છે. સોમવારથી તમામ ગ્રાહકો કોઇ પણ બેંક શાખામાં જઇને નોટ બદલવાની પરવાનગી હશે.

 

You might also like