મોદીના મેગા શોમાં અમિતાભ? કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ, અમિતાભે આપ્યો જવાબ

નવી દિલ્હી: મોદી સરકારના બે વર્ષ પુરા થવાના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન ભાગ લેવાના હોવાના લઇને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે વિદેશમાં કંપની હોવાની વાત સામે આવનારાને કાર્યક્રમને સામેલ કરવાથી એજન્સીઓ વચ્ચે ખોટો સંદેશો જશે.

કોંગ્રેસના આરોપો પર અભિનેતા અમિતાભ બચ્ચને સ્પષ્ટતા આપી છે. અમિતાભ બચ્ચને એક ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું કે તે ઇન્ડીયા ગેટવાળા કાર્યક્રમમાં એક નાનો ભાગ કરશે, અમિતાભ બચ્ચને કાર્યક્રમને એન્કરિંગ કરવાની મનાઇ કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અમિતાભ બચ્ચનના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સુરજેવાલાએ કહ્યું, ‘અમિતાભ બચ્ચનની સાથે પીએમના કાર્યક્રમ પર એક વાતનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે કોઇ વ્યક્તિની સાથે કાળાનાણાનો મામલો છે તેની સાથે તે હશે. એવામાં જોવામાં આવશે કે અમિતાભની સાથે કોણ છે. આ સાથે જ જે એજન્સીઓ તપાસ કરી રહી છે તેના પર પર શું અસર પડશે.’

સુરજેવાલાએ કહ્યું કે ‘બની શકે છે કે તે કાનૂનના માધ્યમથી તે નિર્દોષ નિકળે પરંતુ અત્યારે આરોપો છે. અહીં વ્યક્તિ નહી સંસ્થા મહત્વપૂર્ણ છે, પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. એવામાં અમિતાભ પર કાળાનાણાનો અને વિદેશમાં કંપની ખોલવાનો આરોપ છે. અમે આરોપ નથી લગાવી રહ્યાં. સવાલ છે કે પછી તે કાળુનાણુ લાવવાની વાતનું શું થયું.?’

કેન્દ્રીય મંત્રી સદાનંદ ગોંડાએ કોંગ્રેસના અમિતાભ પર લગાવવામાં આવેલા આરોપ પર કહ્યું કે ‘અમિતાભ બચ્ચનનું નામ પનામામાં આવવું અને તેમને વડાપ્રધાનના કાર્યક્રમમાં બોલાવવા બંને અલગ વસ્તુ છે. અમિતાભના આ કાર્યક્રમમાં સામેલ થવાથી કોઇપણ તપાસ એજન્સી પર કોઇ દબાણ પડશે નહી.’

You might also like