કોંગ્રેસમાં માત્ર માતા-પુત્ર જ અધ્યક્ષ બની શકે છેઃ મણિશંકર અય્યર

નવી દિલ્હી: કોંગ્રેસમાં અધ્યક્ષપદને લઈ હાલ વિવિધ અટકળો ચાલી રહી છે ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન મણિશંકર અય્યરે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટે કોઈ વિરોધી જ નથી અને અધ્યક્ષ તો માત્ર માતા કે પુત્ર જ બની શકે તેમ હોવાથી બીજા કોઈ આ પદ માટે લાયક લાગતા નથી. તેમના આ નિવેદનથી કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે,
હિમાચલ પ્રદેશમાં આપેલા નિવેદનમાં અય્યરે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં નવા અધ્યક્ષ બે જ વ્યકિત બની શકે છે, જેમાં એક માતા અને બીજા પુત્ર. કારણ કે રાહુલ ગાંધીએ અગાઉ જણાવ્યું હતું કે હું ચૂટણી લડવા તૈયાર છું. પરંતુ તે માટે વિરોધીની જરૂર હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમે પાર્ટીમાં જ શોધી કાઢો જો કોઈ વિરોધી મળી જાય તો ચૂંટણી લડે તો ખુશીની વાત ગણાશે. જો કોઈ વિરોધી જ નહિ હોય તો એક ઉમેદવારથી ચૂંટણી કેવી રીતે લડી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવશે તેવા અહેવાલ બહાર આવી રહ્યા છે અને તેમને દિવાળી પહેલાં કે પછી અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે તેવી હાલ અટકળો ચાલી રહી છે ત્યારે આવી સ્થિતિમાં જ મણિશંકર અય્યરના આવા નિવેદનથી કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અય્યરના આ નિવેદનથી કોંગ્રેસની મુસીબતમાં વધારો થઈ શકે તેમ છે.

You might also like