બ્લેક મની મુદ્દે ગણત્રી પડી ઉંધી : માત્ર 1.6% જ કાળુ નાણુ આવ્યુ બહાર

નવી દિલ્હી : નોટબંધી બાદ બ્લેકમની મુદ્દે મોદી સરકારની ગણતરીઓ ઉધી પડી છે. સરકારને હતું કે પાંચસો અને હજારની નોટો રદ કરાતા દેશભરમાંથી 3 લાખ કરોડ રૂપિયાનું કાળું ધન બહાર આવવાનો અંદાજ હતો, પરંતુ આઇટીના આંકડાઓનું માનીએ તો અત્યાર સુધીમાં માત્ર 1.6 ટકા કાળું નાણું જ બહાર આવ્યું છે.

નોટબંધીને પગલે દેશની કરોડોની જનતાએ પોતાના જ રૂપિયાઓ માટે મહિનાઓ સુધી બેંકો અને એટીએમોની બહાર લાઇન લગાવી. સરકારનો દાવો હતો કે બજારમાં સૌથી વધુ વ્યાપ ધરાવતી મોટા મૂલ્યની નોટો રદ કરાતા દેશનું મોટા ભાગનું કાળું નાણું ખુલ્લું પડી જશે. પરંતુ સરકારનો આ અંદાજ ખોટો પડયો છે.

નોટબંધી બાદ અત્યાર સુધીમાં માત્ર 1.6 ટકા કાળું નાણું જ બહાર આવ્યું છે. આઇટીની ઝુંબેશમાં 4807 કરોડનું બેનામી નાણુ શોધી શકાયું છે. જ્યારે આઇટીએ પાડેલી રેડમાં 112 કરોડ રૂપિયાની નવી કરન્સી જપ્ત કરવામાં આવી છે. સરકાર દ્વારા કાળાનાણાના નામે નોટબંધી કરીને લોકોને ભારે પરેશાનીમાં મુકાયા પરંતુ નોટબંધીની કોઇ અસર થઇ હોય તેવુ લાગી નથી રહ્યું.

You might also like