એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માટે ઓનલાઈન સિંગલ વિન્ડો

નવી દિલ્હી: મોદી સરકાર હવે ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ની દિશામાં એક મહત્ત્વનું અને મોટું પગલું ભરવા જઇ રહી છે. આ પગલા હેઠળ ઇન્ટરનેશનલ ટ્રેડ માટે ઓનલાઇન સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ લાગુ પાડવાની લગભગ બધી તૈયારી થઇ ચૂકી છે. એટલે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના બિઝનેસ માટે હવે તમામ એપ્રૂવલ ઓનલાઇન અને એક જ પ્લેટફોર્મ પર મળી જશે. આ પગલાં દ્વારા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ કરવો વધુ સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અને પ્રમોશન દ્વારા મળેલી માહિતી અનુસાર સરકાર ઇન્ટરનેશનલ ટ્રેડને વધુ સરળ કરવા માટે એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ ડેવલપ કરવાની તૈયારીમાં છે.

આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓનલાઇન હશે એટલે કે તમામ જરૂરી ક્લિયરન્સ અને એપ્રૂવલ ઓનલાઇન જ બિઝનેસમેનને મળી જશે. નવી ઓનલાઇન સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમથી બિઝનેસમેનને ટ્રેડ સંબંધિત તમામ માહિતી અને મંજૂરી મળી જશે. આમ, આ સિસ્ટમ હેઠળ એક્ઝિમ એપ્રૂવલ ક્લિયરન્સ, ટ્રેડ એગ્રીમેન્ટ, એક્સપોર્ટ પ્રમોશન અને ઇન્સેન્ટિવ સ્કીમ સહિત બીજી તમામ નવી સિસ્ટમમાં એક્સપોર્ટર અને ઇમ્પોર્ટરને પોતાની અરજી કરવા, ડોક્યુમેન્ટ ક્લિયરન્સ વગેરે સંબંધિત વિગતો ઓનલાઇન જ ફીડ કરવી પડશે.

http://sambhaavnews.com/

You might also like