ફલાઈંગ કાર એન્જિનિયર્સ માટે છે આ ઓનલાઈન સ્કૂલ

કેલિફોર્નિયાની સિલિકોન વેલીની ઉડેસિટી ઓનલાઈન સ્કૂલમાં ફલાઈંગ કાર એન્જિનિયરિંગની ડિગ્રી ઉપલબ્ધ થશે. આ સ્કૂલ એના નવા અભ્યાસક્રમ માટે ૧૦,૦૦૦ અરજદારની અપેક્ષા રાખે છે. ફલાઈંગ કાર એન્જિનિયરિંગમાં આ પ્રથમ નેનો ડિગ્રી બનશે.

એરબસ અને એમેઝોનની ઉબર સુધીની કંપનીઓ એમના ઓટોનોમસ એરિયલ ‌િવહિકલ્સમાં ફલાઈંગ કાર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ૫૦ વર્ષના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ડો. સેબાસ્ટિયન થ્રુન આ ઓનલાઈન સ્કૂલના કો-ફાઉન્ડર છે. તેમણે ૨૦૧૨માં આ ઓનલાઈન સ્કૂલની સ્થાપના કરી હતી.

You might also like