રેગિંગની ઓનલાઈન ફરિયાદ હવે ગુજરાતીમાં પણ કરી શકાશે

અમદાવાદ: દેશભરની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ બનતી હોય છે તેને ધ્યાનમાં રાખીને સરકારે એ‌િન્ટ રેગિંગ પોર્ટલ તેમજ મોબાઈલ એપ શરૂ કરી છે, જેમાં દેશભરની સ્કૂલ-કોલેજો, યુનિવર્સિટી, પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં થતી રેગિંગની ફરિયાદ વિદ્યાર્થીએ ઓનલાઇન કરવી. ત્યારબાદ તે ઘટનાની તાત્કાલિક કાર્યવાહી કરવા હેલ્પ લાઈન સરકાર દ્વારા શરૂઆત કરાઇ છે. હાલમાં આ એ‌િન્ટ રેગિંગ હેલ્પલાઇન પોર્ટલ ૧૦ પ્રાદેશિક ભાષામાં હેલ્પ લાઇન સેવા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં ગુજરાતી સહિત અન્ય ભાષાનો સમાવેશ કરવામાં આવશે.

શાળા-કોલેજોમાં રેગિંગ થવાના કારણે વિદ્યાર્થીના ભણતર પર તેની આડઅસર જોવા મળતી હોય છે. રેગિંગના કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનાે શિકાર થયા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. રેગિંગના કિસ્સાની એક જ જગ્યાએ નોંધ લઇને યોગ્ય કાર્યવાહી કરી શકાય તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા એન્ટિ રેગિંગ હેલ્પલાઇન શરૂ કરાઇ છે, જેમાં રેગિંગનાે શિકાર થયેલ વિદ્યાર્થીઅો ઓલ ઇન્ડિયા ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૧૮૦પપરર પર ફોન કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે.

ફરિયાદ બાદ તેને ટ્રેક કરી શકાય છે, જેથી ફરિયાદની તપાસ ક્યાં પહોંચી તે ચેક કરી શકે છે. હાલ ૧૦ જેટલી પ્રાદેશિક ભાષામાં અેન્ટિ રેગિંગ હેલ્પલાઇન ઉપલબ્ધ છે. આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતી સહિતની અન્ય પ્રાદેશિક ભાષાનો સમાવેશ કરાશે, જેથી એન્ટિ રેગિંગ હેલ્પલાઇનનો ઉપયોગ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે.

શાળા-કોલેજો-યુનિવ‌િર્સટીમાં વિદ્યાર્થીને રેગિંગ આ પ્રકારની માનસિક, શારીરિક, યૌનશોષણ કે પછી કોઈ કામ માટે મજબૂર કરવા અથવા કોઈને પણ લખીને ચિડાવવા, ખરાબ વર્તન કરવું, કોઈની બેઇજ્જતી કરવી, ડરાવવું, ધમકી આપવી, દુઃખ પહોંચાડવું, રૂમ બંધ કરી દેવાે જેવી અનેક ઘટનાઓ રેગિંગની કેટેગરીમાં આવે છે.

આ રે‌િગંગની ઘટનાઓમાં સજા આ પ્રમાણે થાય છે. ઇન્સ્ટિટ્યૂટ કે હોસ્ટેલ, કોલેજમાંથી સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે છે, સ્કોલર‌િશપ કે પછી અન્ય સુવિધા પર રોક, ટેસ્ટ કે પરીક્ષામાં બેસવા દેવા પર રોક, રિઝલ્ટ પર રોક, કોઈ પણ સંસ્થામાં એડ‌િમશન નહીં મળી શકે, રપ હજારથી ૧ લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

કોઈ પણ વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કરવા માટે સૌથી પહેલાં પોતાની સંસ્થાના હેડને ફોન કરવો અથવા રૂબરૂ મુલાકાત કરવી અથવા સંસ્થાના અન્ય શિક્ષકોની પણ મદદ લઇ શકાય છે કાં તો વિદ્યાર્થી બનેલી ઘટના લખીને આપે તો વધુ સારી કાર્યવાહી થશે અથવા અહીં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તો યુજીસીની એ‌િન્ટ રેગિંગ સેલની ઇ-મેઇલ આઈડી elpline@antiragging.net મેઇલ કે પછી હેલ્પલાઇન નંબર અથવા ૧પપરરર પર ફોન કરીને ફરિયાદ કરવી, જેથી ૩૦ મિનિટમાં જ કાર્યવાહી શરૂ થઇ જશે.

You might also like