ઓનલાઈન રિટેલર્સ દ્વારા રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવા માગ કરાઈ

મુંબઈ: દેશના રિટેલર્સના અગ્રણી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે જણાવ્યું છે કે ઈ-કોમર્સ કંપનીઓ સરકારના સીધા વિદેશી રોકાણના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશને દેશમાં ઓનલાઈન રિટેલ માર્કેટ માટે રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવા માગ કરી છે.

કોમર્સ મિનિસ્ટર નિર્મલા સીતારમનને આ અંગે ટ્રેડર્સ એસોસિયેશને જણાવ્યું છે કે ઈ-કોમર્સ કંપનીઓ ઈ-કોમર્સ નીતિમાં એફડીઆઈના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આ માટે કોઈ ઓથોરિટી નહીં હોવાના કારણે ઈ-કોમર્સ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ છૂટ, માર્કેટને બગાડનારી ચીજવસ્તુઓથી વેચાણ કિંમત સહિત તંદુરસ્ત હરીફાઈ વિરુદ્ધની નીતિ-રીતિ આચરી રહી છે.

એસોસિયેશને જણાવ્યું કે ઈ-કોમર્સ કંપનીઓના કારણે ગ્રાહકોને ખરીદીનાે વિકલ્પ ઊભો થયો છે, પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી છે તેવો પણ ટ્રેડર્સ એસોસિયેશને આરોપ મૂક્યો હતો.

You might also like