અોનલાઈન રજિસ્ટ્રેશન હશે તે શાળાના વિદ્યાર્થીઅોનાં જ ફોર્મ સ્વીકારાશે

728_90

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલ રજિસ્ટ્રેશન અને ટીચર્સ રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. શાળામાં કામ કરતા તમામ શિક્ષકોની ઓનલાઇન એન્ટ્રી ફર‌િજયાત કરવાની છે. આ એન્ટ્રીના આધારે ટીચર ડેટાબેઝ તૈયાર કરીને પરીક્ષા કામગીરીમાં ઉપયોગ કરવામાં આવશે તેમજ આ તમામ સ્કૂલો માટે તે ફરજિયાત હોવાનું પરિપત્રમાં જણાવ્યું છે કે જે સ્કૂલ એન્ટ્રી નહીં કરે તે માર્ચ-ર૦૧૮ની વોર્ડની પરીક્ષાનાં આવેદનપત્રો નહીં ભરી શકે.

શિક્ષણ બોર્ડના સચિવે પરિપત્રમાં જણાવ્યું છે કે ટીચર્સ રજિસ્ટ્રેશન અને સ્કૂલ રજિસ્ટ્રેશન ઓનલાઇન એન્ટ્રી www.gseb.org પર શરૂ થઇ ગઇ છે અને શાળામાં કામ કરતા તમામ શિક્ષકોની ઓનલાઇન એન્ટ્રી ફરજિયાત છે. એન્ટ્રીના આધારે ટીચર્સનો ડેટાબેઝ તૈયાર કરી તેનો ઉપયોગ પરીક્ષાની કામગીરીમાં થતો હોઈ દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના આચાર્યોને માર્ચ-ર૦૧૮ની પરીક્ષા માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની ઓનલાઇન એન્ટ્રી ટીચર્સ રજિસ્ટ્રેશનમાં કરાવવા આદેશ કરાયો છે.

ટીચર્સ રજિસ્ટ્રેશન કરવા અેચએસસીના ઇન્ડેક્સ નંબર પર શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરતી વખતે એચએસસી સાયન્સ, એચએસસી જનરલ અને અન્ય તમામ પ્રવાહના શિક્ષકોની એન્ટ્રી એકસાથે કરાવવા તાકીદ કરાઇ છે.

નવી મંજૂર થયેલી ખાનગી શાળાઓને તેમના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ શાળા દ્વારા નવા ક્રમિક વર્ગવધારાની અરજીમાં આપવામાં આવેલા ઇ-મેઇલ એડ્રેસ પર મોકલી આપવા જણાવાયું છે. સળંગ એકમ તરીકે મંજૂર થયેલી નવી ગ્રાન્ટેડ શાળાઓને જો ઇન્ડેક્સ નંબર મળી ગયેલો હોય તો તેનો પાસવર્ડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી મેળવી લેવાનો રહેશે.

You might also like
728_90