ઓનલાઇન સેક્સ રેકેટ મુંબઇની બે રૂપલલના સહિત ચાર પકડાયા

અમદાવાદ: એસ્કોટ સર્વિસના નામે સેક્સ વર્કર પૂરી પાડવાનું એક કૌભાંડ ગઇ કાલે અમદાવાદમાંથી પકડાયું છે. મોડી રાતે મહિલા ક્રાઇમ બ્રાંચે એસ્કોટ સર્વિસના નામે ગોરખ ધંધા ચાલતા હોવાની બાતમીના આધારે ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી પાર્થ રેસિડેન્સીમાં બોગસ ગ્રાહકને મોકલીને મુંબઇની બે રૂપલલના સહિત બે દલાલોની મહિલા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

અમદાવાદ શહેર મહિલા ક્રાઇમ બ્રાંચે ઓનલાઇન ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહિલા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ઇન્ટરનેટના માધ્યમથી ચાલતી ઓનલાઇન અમદાવાદ એસ્કોટ સર્વિસમાં સેક્સ રેકેટનો ગોરખ ધંધો ચાલતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે મહિલા ક્રાઇમ બ્રાંચે બોગસ ગ્રાહક ઊભો કરીને અમદાવાદ એસ્કોટ સર્વિસ પર બતાવેલ નંબર ઉપર ફોન કોલ્સ કરીને આ રેકેટને પકડવા માટેનો પ્લાન ઘડ્યો હતો.

અમદાવાદ એસ્કોર્ટ સર્વિસ ચલાવતા દલાલે ડમી ગ્રાહકને ત્રીસ હાજર રૂપિયામાં રૂપલલનાનો સોદો કર્યો હતો. જેમાં પાંચ હજાર રૂપિયા એડવાન્સ માગી લીધા હતા અને ત્યાર બાદ ઉસ્માનપુરા ખાતે આવેલ પાર્થ રેસિડેન્સીમાં હોટલનો રૂમ બુક કરાવવાનું જણાવ્યું હતું. દલાલ ગોવિંદ પટેલ અને વાલજી પટેલે મુંબઇથી આવેલી બે રૂપલલનાઓને લઇને હોટલમાં ગયા હતો. આ ઘટના સમયે મહિલા ક્રાઇમ બ્રાંચના એસીપી પન્ના મોમાયા સહિત ટીમે દરોડા પાડીને બે રૂપલલના અને બે દલાલો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

રૂપલલનાઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને રૂપલલનાઓ મુંબઇની રહેવાસી અને 28મી તારીખના રોજ તેઓ અમદાવાદ દેહ વેપાર માટે આવી હતી અને મહિલા દલાલ રંજનબહેન પાઠકના ઘરે રોકાઇ હતી. મહિલા ક્રાઇમ બ્રાંચે મહિલા દલાલ અને મુંબઇના મુખ્ય દલાલ રાહુલની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like