‘પાકિસ્તાન આતંકવાદી’ અમેરિકાની આ મુહિમમા 1 લાખ લોકો જોડાયા, શું તમે તેની સાથે છો?

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદીઓનો દેશ છે અને તે આતંકને પ્રોત્સાહન આપી રહ્યો છે. તે બાબત સમગ્ર દેશમાં ફેલાઇ રહી છે. જેના અનેક પુરાવાઓ પણ દુનિયા સામે આવ્યાં છે. હાલમાં જ ભારતમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાની આતંકવાદીઓએ 19 જવાનોનો ભોગ લીધો હતો. પાકિસ્તાનની આ નાપાક હરકતને ભારત અને અમેરિકા સહિતના અનેક દેશોએ વખોડી છે. જવાબમાં ભારતે પણ પોકમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરીને 50થી પણ વધારે આતંકવાદીઓ અને સાત આતંકવાદી કેમ્પનો ખાતમો કરી નાખ્યો હતો.

પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. ત્યારે તેને આતંકવાદી દેશ જાહેર કરવાની માંગ ચારે તરફથી ઉભી થઇ છે. ત્યારે અમેરિકામાં https://petitions.whitehouse.gov/#signapetition ની ઓનલાઇન પિટિશન તૈયાર કરવામાં આવી છે. ગત સપ્તાહે શરૂ થયેલ આ પિટિશનમાં એક લાખથી પણ વધારે લોકો સિગ્નેચર કરી છે. ત્યારે હવે વ્હાઇટ હાઉસ તરફથી ઓબામા સરકારે અમેરિકી કોંગ્રેસને આ મામલે જવાબ આપવાનો રહેશે.

જો અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ પિટિશનને માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં આટલી મોટી સફળતા મળે. તો શું ભારતે અમેરિકાની આ મુહિમને સહકાર ન આપવો જોઇએ? જે પાકિસ્તાને આપણા દેશની શાંતિ છીનવી લીધી છે તેને આતંકવાદી દેશ જાહેર કરવા આપણે પણ આ પિટિશન પર જઇ સિગ્નેચર ન કરવી જોઇએ? ભારત એક લોહીશાહી દેશ છે અને તેની જનમેદની ખૂબ જ વ્યાપક છે. ત્યારે આ જનમેદની ભેગી થઇને પિટિશન પર સાઇન કરે તો ચોક્કસથી પાકિસ્તાન એક આતંકવાદી દેશ તરીકે જાહેર થઇ શકે છે.

ક્યાં સુધી પાકિસ્તાન આપણા દેશમાં ઘૂસીને નિર્દોષ લોકો અને જવાનોની બલી લેશે? ક્યાં સુધી પોતાના જ દેશમાં આપણે આતંકના ઓછાયા વચ્ચે રહેવાનું? બસ હવે આપણે પણ આ આંતકવાદીઓના દેશેને ખુલ્લો પાડીને દુનિયાથી તેને અલગ કરી દેવું જોઇએ. અમેરિકા જેવી એક મુહિમ આપણે પણ ચલાવી જોઇએ. જે વિશ્વફલક પર એક અવાજ ઉઠાવશે કે આતંકી પાકિસ્તાન મુર્દા બાદ, અબ ઓર નહીં ચલેકી આતંકી દેશ કી..

You might also like