ઓનલાઈન ઈન્શ્યોરન્સ પ્રોડક્ટનું વેચાણ વધારવા ઈરડાની કવાયત

નવી દિલ્હી: ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી-ઇરડાએ જણાવ્યું છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ પોતાના ગ્રાહકોને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ઇન્શ્યોરન્સ પોલિસીનું વેચાણ કરે તો તેમાં ગ્રાહકને પ્રીમિયમમાં રાહત અપાઇ શકે છે. ઇ-કોમર્સ સેક્ટરમાં ઇન્શ્યોરન્સ અંગે માર્ગદર્શિકા જાહેર કરતાં ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ વધુમાં કહ્યું કે ઇન્શ્યોરન્સ પ્રોડક્ટને ઇન્શ્યોરન્સ સેલ્ફ નેટવર્ક પ્લેટફોર્મ-આઇએસએનપીનાં માધ્યમથી વેચાણ કરવામાં આવે તો ઇન્શ્યોરન્સ ગ્રાહકોને રાહત અપાઇ શકાય છે. ઇન્શ્યોરન્સ સેલ્ફ નેટવર્ક પ્લેટફોર્મ ઇન્શ્યોરન્સની વિવિધ પ્રોડક્ટ વેચવાની એક ઓનલાઇન વ્યવસ્થા છે. જે અંગે ઇન્શ્યોરન્સ કંપનીઓએ ઇરડાની મંજૂરી લેવાની રહે છે. આમ, ઈરડાએ ઓનલાઇન ઈન્શ્યોરન્સ પ્રોડક્ટનું વેચાણ વધે તે માટે કવાયત હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like