અોનલાઈન ફ્રોડથી સાવધાન, રજિસ્ટર્ડ નંબર બદલાવી રૂપિયા પડાવી લીધા

અમદાવાદ, સોમવાર
અાધુનિક યુગમાં ઇન્ટરનેટ અને ઇ-મેઇલ તેમજ અોનલાઈન ટ્રાન્ઝેક્શનનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે, તેની સાથે-સાથે તેને લગતા ગુનામાં પણ વધારો થઈ રહ્યો છે. અોનલાઈન ફ્રોડ અને એટીએમના ‌પિન નંબર માગીને થતી છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.

બેન્ક અને સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં અાવે છે કે બેન્ક ક્યારેય એટીએમનો ‌િપન નંબર માગતી નથી છતાં પણ ભણેલા-ગણેલા લોકો પણ અાવા સાયબર ક્રાઈમ કરતા લોકોની જાળમાં ફસાઈ જતા હોય છે. ક્યારેક બેન્કની પણ બેદરકારીના કારણે લોકો ભોગ બનતા હોય છે. અાવું જ કંઈક સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બન્યું છે.

સેટેલાઈટ વિસ્તારમાં અાવેલા સિલ્વરલીફ ફ્લેટમાં રહેતાં કિશોરીબહેન શાહનું ગુલબાઈ ટેકરા ખાતે અાવેલી સેન્ટ્રલ બેન્ક અોફ ઇન્ડિયામાં જોઈન્ટ સેવિંગ્સ એકાઉન્ટ અાવેલું છે. ૧૫ નવેમ્બર, ૨૦૧૭ના રોજ બેન્કના લેન્ડ લાઈન નંબર ઉપર રશેન્દુ શાહ નામથી ફોન અાવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિઅે મોબાઈલ નંબર બદલવા માટે જણાવ્યું હતું.

બેન્ક અધિકારીઅે સૌપ્રથમ તો ના પાડી હતી, ત્યારબાદ ખાતા નંબર, જન્મતારીખ, સીએફઅાઈ નંબર અને જૂનો મોબાઈલ નંબર અાપતાં ખરાઈ કરતાં સાચું જણાવ્યું હતું અને બેન્ક અધિકારીઅે મોબાઈલ નંબર ચેન્જ કરી દીધો હતો.

જેથી કોઈ અજાણી વ્યક્તિઅે બેન્કમાં ફોન કરીને કિશોરીબહેનનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરાવી ખાતામાંથી રૂ.૧.૯૮ લાખ ઉપાડી લીધા હતા. કિશોરીબહેને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વટવા વિસ્તારમાં આવેલ સ્મૃતિ દર્શન સોસાયટીમાં રહેતા હિતેશભાઇ ધનીરામ કોષ્ટીએ વટવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. હિતેશભાઇએ ઘરે બેસીને ૧૦ થી ૧૫ હજાર રૂપિયા કમાવવા માટે રાહુલ નામના યુવકનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. રાહુલે કંપનીના રજિસ્ટ્રેશન માટે પપ૦ રૂપિયા ભરવાનું કહ્યું હતું. જેમાં હિતેશભાઇએ પપ૦ રૂપિયાનું PAYTM કર્યું હતું.

અલગઅલગ બહાના હેઠળ રાહુલ નામની વ્યક્તિએ હિતેશભાઇ પાસેથી અંદાજે ૫૧ હજાર રૂપિયા પડાવી લીધા હતા, જે અંગે તેઓએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય એક બનાવમાં વટવા વિસ્તારમાં આવેલ સપના સંકેત સોસાયટીમાં રહેતા અને સિક્યોરિટીમાં નોકરી કરતા ગોવિંદસિંહ ફુલાભાઇ બારડે વટવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે.

ગોવિંદભાઇની પુત્રી માયા બેન્ક ઓફ ઇન્ડિયા (બીઓબી)માં ખાતું ધરાવે છે. ગત વર્ષે માર્ચ મહિનામાં માયાબહેન એટીએમ કાર્ડ અને તેમનો પિન નંબર બેન્કમાં લેવા માટે ગયાં હતાં. માયાબહેનના એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા હતા. ૨૬ મે ૨૦૧૭ના રોજ તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો કે ખાતામાંથી ૨૪,૯૯૯ રૂપિયા MPESA અને IDEA MONEYમાં ટ્રાન્સફર થયા છે.

You might also like