ઑનલાઈન એસ્કોર્ટ સર્વિસનો એક જ મતલબ?

મોટાં શહેરોમાં સેક્સ સર્વિસથી થોડી ભિન્ન એવી એસ્કોર્ટ સર્વિસની નવી શાખાઓ ખૂલી રહી છે. જેમાં રૂપકડી એસ્કોર્ટ કન્યા માત્ર શય્યાસંગિની નહીં બની રહેતા ગ્રાહકની જરૂરિયાત મુજબ વિવિધ ભૂમિકા ભજવે છે. પત્નીની ખોટ અનુભવતા ગ્રાહક માટે એક બે દિવસની પત્ની બની રહે, સાહિત્યરસિક ગ્રાહક સાથે સાહિત્યરસથી ભરપૂર સાહિત્યસંગિનીની ભૂમિકા નિભાવે.

તમારી પથપ્રદર્શકની માગણી હોય તો ફિલોસોફરની ભૂમિકા ભજવે, બીજા શહેરમાંથી બિઝનેસ ટૂર સબબ આવતા વેપારી માટે સેક્રેટરી તરીકે પ્રસ્તુત થાય. ગ્રાહકે દરેક સર્વિસના કલાક કે દિવસના હિસાબે ચાર્જ ચૂકવવો પડે. નિર્ધારિત સમય પૂરો થઈ જતા એસ્કોર્ટ પોતાના રસ્તે અને ગ્રાહક પોતાના રસ્તે. આમ, એસ્કોર્ટ કન્યા સુંદર શરીરની માલકણ હોવાની સાથે પોતાના ભાગે આવતી દરેક ભૂમિકાને પાવરફુલ અભિનયથી ભજવી જવા સક્ષમ હોવી જરૂરી છે.

અમદાવાદમાં આવી બહુવિધ સેવાઓ આપતી એસ્કોર્ટ સર્વિસ અંગે તપાસ કરતાં એસ્કોર્ટ સેવા પૂરી પાડતી ડઝનબંધ વેબસાઇટ્સ મળી. બધી વેબસાઇટમાંથી સંપર્ક નંબર નોંધી લીધા પછી એક પછી એક વેબસાઇટને ફોન કર્યો તો સામેથી એક જ સવાલ પુછાતો હતો. કઈ હોટલ બુક કરી છે? હિંમત કરીને સામો સવાલ કરીએ કે હોટલનું છોડો અમારે તો ક.મા. મુન્શીની નવલકથાની રસભરી ચર્ચા માટે એસ્કોર્ટ સેવા જોઈએ છે, આપશો? તો જવાબ મળ્યો, ના, અમે માત્ર સેક્સ સર્વિસ જ પૂરી પાડીએ છીએ. બીજું કાંઈ નહીં.

You might also like