ઓનલાઇન છબરડોઃ એક જ ગુનાની ફરિયાદના ત્રણ નંબર આપી દીધા

અમદાવાદ: સુપ્રીમ કોર્ટના આદેશ બધા રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઓનલાઇન એફઆઇઆર અપલોડ કરાઇ રહી છે. શહેરનાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધાયાના ર૪ કલાકમાં ફરિયાદ ઓનલાઇન અપલોડ થઇ રહી છે, પરંતુ આ ઓનલાઇનમાં પણ હવે છબરડા સામે આવ્યા છે. ચાંદખેડામાં નોંધાયેલી એક એફઆઇઆરને ત્રણ અલગ-અલગ ગુના રજિસ્ટર નંબર આપી ઓનલાઇન અપડેટ કરાઇ છે. જોકે પોલીસ સ્ટેશનમાં માત્ર એક જ ગુનાે રજિસ્ટર નંબરથી ફરિયાદનો નોંધાયો છે.

ચાંદખેડાનાં મોટેરા રોડ પર ગઇ કાલે સાંજે કુડાસણમાં રહેતો હર્ષ તેની બહેન સાથે બાઇક પર રાણીપ તરફ જતો હતો ત્યારે વિસતથી મોટેરા રોડ પાસે એક ફોર વ્હીલ કારચાલકે બાઇકને ટક્કર મારી હતી તેથી ભાઇ-બહેન નીચે પટકાયાં હતાં. જે બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદનો આઇ-૧ર૬/ર૦૧૬ નંબર આપ્યો હતો. પરંતુ ઓનલાઇન અપલોડ કરવામાં આવી ત્યારે ૧ર૬/૧ર૭/૧ર૮/ર૦૧૬ એમ ત્રણ નંબરો આપી એક જ એફઆઇઆર અપલોડ કરી દેવામાં આવી હતી. ઓનલાઇન અપલોડ કરવાની શરૂઆત થઇ છે ત્યારે તેમાં પણ હવે પોલીસે છબરડા શરૂ કર્યા છે. ગુના રજિસ્ટર નંબર અગત્યનો હોય છે. છતાં પોલીસની બેદરકારીથી નંબર આપી એક જ ફરિયાદ મૂકી દેવાઇ છે.
http://sambhaavnews.com/

You might also like