ઓનલાઇન બુક કરેલી ટ્રેન ટિકિટ હવે કોઈ પણ કાઉન્ટર પર રદ કરાવી શકાશે

નવી દિલ્હી: ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા પોઇન્ટ ઓફ સેલ મશીન (પીઓએસ) દ્વારા બુક કરવામાં આવેલી રેલવે ટિકિટ હવે કોઇ પણ ટિકિટ બુુક કાઉન્ટર પરથી રદ કરાવી શકાશે. ટિકિટ રદ કરાવવાથી તેના રિફંડનાં નાણાં રેલ પ્રવાસીના બેન્ક ખાતામાં સીધાં જમા થઇ જશે. આ અંગે રેલવેએ જરૂરી સૂચના જારી કરી દીધી છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુું હતું કે અત્યાર સુધી કાર્ડ દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટ કેન્સલ કરાવવાની સુવિધા માત્ર કેટલાક ચુનંદા જ ટિકિટ કાઉન્ટર પર જ ઉપલબ્ધ હતી. કાર્ડથી બુક કરાવવામાં આવેલી ટિકિટ કેન્સલ કરાવતી વખતે કાઉન્ટર પર લાગેલા સ્ક્રીન પર ઇલેક્ટ્રોનિક રિફંડની સૂચના ડિસ્પ્લે થશે. ટિકિટ કેન્સલ થવાના સાત દિવસની અંદર રિફંડનાં નાણાં રેલવે પ્રવાસીના બેન્ક ખાતામાં આવી જશે. જે કાઉન્ટર પર પીઓએસ મશીન નથી ત્યાં ટિકિટ ડિપોઝિટ રસીદ આપવામાં આવશે અને રિફંડ ખાતામાં મોકલી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટમાં ઇ-રેલ ટિકિટ પર સર્વિસ ચાર્જ નાબૂદ કરવા છતાં ઇ-ટિકિટ પર હજુ પણ વિન્ડો કાઉન્ટર પર મળતી ટિકિટ કરતાં વધુ રકમ વસૂલ કરવામાં આવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like