દિવાળી આવતા પહેલા જ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા

હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ છેલ્લા 10 દિવસોમાં લગભગ બમણાં થઈ ગયા છે. 10 દિવસ પહેલા માર્કેટમાં 1600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાઈ રહી હતી અને હવે તે 2900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. હોલસેલના ભાવમાં વધારો થવાના કારણે રિટેલ માર્કેટમાં ડુંગળી 40 થી 50 રૂપિયે કિલો મળી રહી છે.

સોમવારે નાસિકમાં ડુંગળી 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહી હતી. જો કે મંગળવારે માગણી ઓછી હોવાના કારણે હોલસેલ માર્કેટમાં ડુંગળી 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાઈ રહી હતી. આ ભાવ વધારાને પગલે એપીએમસી માર્કેટમાં પણ છેલ્લા 10 દિવસમાં ડુંગળીના ભાવમાં 70 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

ઉપરાંત દિવાળીના સમયે એપીએમસી માર્કેટ અઠવાડિયું બંધ રહેશે જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે આ ભાવ વધારો સામાન્ય માણસને દિવાળીના સમયે વધુ બોજ આપી શકે છે. આ વખતે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકશાન થયું છે અને નવી ડુંગળી માર્કેટમાં આવતા હજુ એક મહિનો થઈ જશે, જેથી સંગ્રહ કરેલી ડુંગળીથી જ લોકોને સહારો આપી શકશે.

You might also like