ગૃહિણીઓને રાહતઃ ડુંગળી અને ટામેટાં સૌથી સસ્તાંઃ ૧૦ રૂપિયે કિલો

અમદાવાદ: મોટા ભાગના શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે ગૃહિણીઓને રાહત થાય તેવા સમાચાર છે કે ડુંગળી અને ટામેટાં સૌથી સસ્તા સ્થાનિક બજારમાં વેચાઇ રહ્યાં છે.  ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાંથી સ્થાનિક બજારમાં મોટા પ્રમાણમાં વધતી આવક તથા ઉનાળાની ગરમીની સાથેસાથે ભાવ નહીં મળવાની શક્યતાઓ પાછળ બજારમાં ટામેટાંની ઊંચી આવક આવતી જોવા મળી રહી છે અને તેના કારણે સ્થાનિક બજારમાં ૧૦ રૂપિયે કિલો ટામેટાં વેચાઇ રહ્યાં છે.  એટલું જ નહીં આ વખતે મહુવા તથા મહારાષ્ટ્રમાં નાસિક બાજુથી પણ ડુંગળીની ઊંચી આવકના કારણે સ્થાનિક બજારમાં ડુંગળી ૧૦થી ૧૨ રૂપિયે કિલોની સપાટીએ જોવા મળી રહી છે.

You might also like