મહારાષ્ટ્ર બાજુથી આવક અટવાતાં ડુંગળીના ભાવે વધુ રડાવ્યા

અમદાવાદ: સામાન્ય રીતે દિવાળી બાદ સૌરાષ્ટ્ર બાજુથી ડુંગળીની આવકમાં વધારો થતો હોય છે અને તેથી ભાવમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. પાછલા વર્ષે આ જ સમયગાળામાં ૧પથી ર૦ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાતી હતી. પરંતુ ચાલુ વર્ષે મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીની આવક ઘટતાં તથા છેલ્લા બે-ત્રણ દિવસથી નાસિક તથા તેની આજુબાજુના વિસ્તારમાં ઊભી થયેલી તંગદીલીના પગલે સ્થાનિક બજારમાં ડુંગળીની આવકમાં ઘટાડો થતાં જથ્થાબંધ ભાવમાં પણ વધારો થયો છે.

ર૦ કિલોએ પ૦થી ૭૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ૬૦૦-૮૦૦ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચી ગયા છે. રીટેલમાં પણ ડુંગળીના ભાવમાં વધુ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. રીટેલમાં રૂ.પ૦થી ૬૦ના ભાવે ડુંગળી વેચાઇ રહી છે.

માર્કેટયાર્ડના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર બાજુથી થતી આવકમાં ઘટાડો થતાં ડુંગળીનાં ભાવમાં વધુ સુધારાની ચાલ જોવા મળી શકે છે.દરમિયાન માર્કેટયાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડીઝલના ભાવમાં વધારાના કારણે પણ ડુંગળીના ભાવને સપોર્ટ મળ્યો છે.

You might also like