આનંદો…! આ વખતે ડુંગળી વધુ માેંઘી નહિ થાય

નવી દિલ્હી: ડુંગળીની ઓફ સિઝન દરમિયાન તેના ભાવમાં થનારા વધારાની સ્થિ‌તિમાં બજારમાં હસ્તક્ષેપ કરવા સરકાર ડુંગળીનાે બફર સ્ટાેક કરવા માટે કિસાનાે પાસેથી 15000 ટન ડુંગળીની ખરીદી કરી આ વખતે ડુંગળીના ભાવમાં વધારાે ન થાય તે પ્રકારે આયાેજન કરી રહી છે.

આ અંગે ગ્રાહક બાબતાેના મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આગામી મહિનાથી ડુંગળીની ખરીદી શરૂ થશે. ગત વર્ષે ડુંગળીની છૂટક કિંમત પ્રતિકિલાે 80 થી 90 થઈ ગઈ હતી. ડુંગળીના ભાવમાં એકાએક વધારાે થતાં સરકારે વિદેશી બજારમાંથી ડુંગળી ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધાે હતાે.

આ અંગે ગ્રાહક બાબતાેના સચિવ સી. વિશ્વનાથે જણાવ્યું કે અમે મહારાષ્ટ્રના લાસાલગામથી આગામી મહિનાથી 15000 ટન ડુંગળી ખરીદવાનાે િનર્ણય કર્યાે છે. તેમણે જણાવ્યું કે નાફેડ અને એસએફએસી જેવી નાેડલ એજન્સીઓ ડુંગળીની ખરીદી કરશે. આ સ્ટાેકને લાસાલગામમાં રાખવામાં આવશે. જાે દેશના કાેઈ પણ ભાગમાં ડુંગળીના ભાવમાં વધારાે થશે તાે સરકાર બજારમાં હસ્તક્ષેપ કરશે. તેથી આ હેતુ માટે કિંમત સ્થિર રહે તે માટેના કાેષનાે ઉપયાેગ કરવામાં આવશે.

You might also like