જથ્થાબંધમાં ડુંગળીના ભાવ અડધા, પરંતુ છૂટકમાં ‘જૈસે થે’

અમદાવાદ: આ વખતે સૌરાષ્ટ્ર સહિત ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં અપેક્ષા મુજબનો વરસાદ પડતાં તથા મહારાષ્ટ્રમાં નાસિક બાજુ પણ સારા વરસાદના કારણે માર્કેટયાર્ડમાં જૂની ડુંગળીના સ્ટોકની સાથેસાથે નવી ડુંગળની બમ્પર આવક આવવાની શરૂ થઇ ગઇ છે. પાછલાં એક જ મહિનામાં આવક વધવાના કારણે સૌરાષ્ટ્રની ડુંગળીનો ૨૦ કિલોનો ભાવ ઘટીને અડધો થઇ ગયો છે. હાલ સ્થાનિક બજારમાં ૨૦ કિલો ડુંગળી ૬૦થી ૯૦ રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. એક મહિના પૂર્વે રૂ. ૧૦૦થી ૧૬૦ના ભાવે ડુંગળી વેચાતી હતી. એક મહિના પૂર્વે છૂટકમાં ડુંગળીનો પ્રતિકિલોએ ભાવ દશ-બાર રૂપિયા જોવા મળી રહ્યો હતો તેમાં જથ્થાબંધમાં ભાવ ઘટ્યા હોવા છતાં છૂટકમાં તેની કોઇ સીધી અસર જોવા મળી નથી. આજે પણ છૂટકમાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. ૧૦ની આસપાસ જ જોવા મળી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીના ભાવમાં પણ ૨૦ કિલોએ ૪૦થી ૬૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે.

You might also like