ડુંગળીના ભાવમાં જબરદસ્ત કડાકોઃ દિલ્હીમાં પાંચ રૂપિયે કિલો વેચાય છે

નવી દિલ્હી: એક વખત આસમાને પહોંચેલા ભાવના કારણે લોકોની આંખોમાં આંસુ લાવી દેનાર ડુંગળીના ભાવ હવે ગગડીને સાવ તળિયે પહોંચી ગયા છે. ડુંગળીના ભાવ એકાએક ઘટી રહ્યા છે. હાલ દિલ્હીનાં જથ્થાબંધ બજારમાં રૂ. પાંચમાં એક કિલો ડુંગળી વેચાઈ રહી છે. આઝાદપુર મંડીમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો રૂ. ૫.૦૦થી ૧૧.૦૦ વચ્ચે નોંધાયા હતા. રિટેલ માર્કેટમાં પણ ડુંગળીની કિંમત પ્રતિ કિલો રૂ. ૧૫ની આસપાસ છે.

મધ્ય પ્રદેશમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ ૧.૦૦ રૂપિયાથી નીચે ગગડી ગયા છે. ડુંગળીનો બમ્પર પાકને કારણે ભાવ ગગડી રહ્યા હોવાના અહેવાલો છે. અહેવાલો અનુસાર આ વર્ષે ડુંગળીની સૌથી વધુ ખેતી થઈ છે. ગઈ સાલ ઓગસ્ટમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ. ૮૦ને વટાવી ગયા હતા. ડુંગળીના ઊંચા ભાવ જોઈને ખેડૂતોએ ડુંગળીનું જબરદસ્ત વાવેતર કર્યું હતું, પરંતુ હવે ડુંગળીની ઉપજ વધી જવાથી તેનો જથ્થો સરપ્લસ થઈ ગયો છે અને ડુંગળીની ડિમાન્ડ ઘટવાથી ડુંગળીના ભાવ ગગડી ગયા છે.  દરમિયાન ચૈત્રી નવરાત્રિના કારણે પણ ડુંગળીની માંગમાં ઘટાડો થતાં ડુંગળીના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો હતો.

You might also like